અદાણી જૂથે પોતાની જ કંપનીમાં બેનામી રોકાણ માટે બનાવેલા મોરેશિયસના બે ફંડને સેબીની નોટિસઃ જયરામ રમેશ

અદાણી વિવાદમાં કોંગ્રેસના પ્રહાર
ભારતનું સૌથી મોટું કૌભાંડ છુપાવવા સરકારના પ્રયાસ
નવી દિલ્હી,અદાણી જૂથ દ્વારા ભારતનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યાે છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ હતું કે, ડબલ એન્જિનની મોદાણી કથા હજુ ચાલુ જ છે. સેબી (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા અદાણી જૂથના શેર ધરાવનાર બે ઓફશોર ફંડ્સને દંડ સાથે નોટિસ અપાઈ છે. મોરેશિયસ સ્થિત આ બંને ફંડ્સ મારફતે અદાણી જૂથ દ્વારા પોતાની જ કંપનીઓમાં બેનામી રોકાણ થઈ રહ્યું છે. સેબી અથવા અદાણી ગ્‰પ દ્વારા જયરામ રમેશના આક્ષેપો અંગે કોઈ ખુલાસો થયો નથી.કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, સેબીએ મોરેશિયસ સ્થિત ઈલારા કેપિટલ સંચાલિત બે ઓફશોર ફંડ્સ (ઈલારા ઈન્ડિયા અપોર્ચ્યુનિટીસ ફંડ અને વેસ્પારા ફંડ) પાસે શેર હોલ્ડિંગ માહિતી માગી છે.
માહિતી ન અપાય તો દંડ સાથે લાઈસન્સ રદ કરવાની નોટિસ સેબી દ્વારા અપાઈ છે. એક્સ પ્લેટફોર્મ પર રમેશે પોસ્ટમાં જણાવ્યું હતું કે, અદાણીના બેનામી રોકાણો માટે આ બે ફંડનો ઉપયોગ થતો હતો. અદાણીએ પોતાની જ કંપનીમાં રોકાણ માટે ઓફશોર ફંડ ઊભા કરી સેબીના નિયમોનો ભંગ કર્યાે છે. આ બંને ફંડ દ્વારા સેબી સમક્ષ ભૂલ સ્વીકાર્યા વગર ટોકન ફી ભરી સેટલમેન્ટ કરવા રજૂઆત થઈ હોવાનો દાવો કરતા રમેશે જણાવ્યુ હતું કે, ડિસેમ્બર ૨૦૨૨માં ઈન્ડિયા અપોર્ચ્યુનિટીસ ફંડે અદાણી જૂથની ત્રણ કંપનીમાં ૯૮.૭૮ ટકા અને વેસ્પારા ફંડે જૂન ૨૦૨૨માં ૯૩.૯ ટકા રોકાણ કરેલુ હતું. સેબીના આ પગલાથી તપાસમાં પ્રગતિ થઈ હોવાનો ભાસ થઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે બે મહિનામાં તપાસ પૂરી કરવા નિર્દેશ આપ્યા હતા. આમ છતાં, ‘મોદાણી’ના લાભ માટે તપાસને બે વર્ષથી ખેંચવામાં આવી રહી છે.SS1