અદાણી શાંતિગ્રામ અમદાવાદમાં આર્મી જવાનો માટે મેરેથોન યોજાઈ
” વિકસીત ભારતના નિર્માણમા ફિટનેસનો ફાળો અતિ આવશ્યક” – મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અદાણી ફાઉન્ડેશન આયોજિત મેરેથોન ને પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે ભારત માતાની રક્ષા અને સલામતી માટે દિન રાત ખડેપગે રહેતા વીર સેનાનીઓ દેશનું ગૌરવ છે.વિશ્વ માં ભારતીય સેનાએ આગવું સ્થાન મેળવ્યું છે. આ જવાનો ને દેશ નો સામાન્ય નાગરિક પણ તેની સાથે છે તેવો અહેસાસ આપવા યોજાયેલી મેરેથોનમાં ઉત્સાહ પૂર્વક જોડાયેલા સૌ ને વિજય ભાઈ રૂપાણી એ અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે પ્રધાન મંત્રી ની પ્રેરણા થી સમગ્ર ભારતમાં ફીટ ઇન્ડિયાની શરૂઆત થઇ ચૂકી છે જેના થકી લોકોમાં ફિટનેસ અને હેલ્થ માટેની જાગૃતિ આવી છે.આવી મેરેથોન માં લોકોની મોટા પાયે સહભાગીતા ફિટનેસ પ્રત્યેની જાગૃતિ અને દેશ માટે સમર્પિત જવાનો માટેની રાષ્ટ્રપ્રેમ સભર લાગણી દર્શાવે છે. આ અવસરે અદાણી ગ્રૂપ દ્વારા આર્મીના જવાનો માટે ૫૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ મેરેથોન દોડ ૫,૧૦,૨૧,અને ૪૨ કિલોમીટરની રાખવામાં આવી હતી. જેમાં તમામ ઉંમરના ૧૨ હજારથી વધુ વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડમા ભાગ લેનારમાથી તમામ કેટેગરીમાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમ મેળવનાર દોડવીરો ને વિજેતા જાહેર કરીને ઈનામ આપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે અદાણી ગ્રૂપના શ્રી રાજેશભાઈ અદાણી અને બ્રિગેડિયર વિનોદભાઈ તથા મોટી સંખ્યામાં નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.