અધિકારીના અવાજ કાઢી કરોડોની ઠગાઈ કરનાર જબ્બે

Files Photo
જયપુર, આઠમુ ધોરણ પાસ હોવા છતા કડકડાટ અંગ્રેજી બોલીને અને નેતાઓ તેમજ અધિકારીઓનો આબેહૂબ અવાજ કાઢીને એક ઠગે લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં પોલીસે સુરેશ કુમાર ઘાંચી ઉર્ફે ભૈરારામને પકડી પાડ્યો છે.
પોલીસનુ કહેવુ છે કે, આ અપરાધિ મિમિક્રી ક્રિમિનલ છે. તેણે જયપુરના એક જ્વેલર કૈલાશ મિત્તલને ફોન કર્યો હતો અને સ્થાનિક પોલીસ અધિકારીનો અવાજ કાઢીને વાત કરી હતી તેમજ સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા. કૈલાશ મિત્તલે પૈસા તો મોકલાવ્યા હતા. થોડા દિવસ પછી કૈલાશ મિત્તલે આ પોલીસ અધિકારી સાથે વાત કરી ત્યારે ઘટસ્ફોટ થયો હતો. મોબાઈલ નંબરની ડિટેલ લઈને પોલીસે આરોપીનુ લોકેશન શોધીને પકડી પાડ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે આરોપી આઠમુ ભણેલો છે પણ તે એવી રીતે વાત કરે છે કે લોકો તેની જાળમાં સપડાઈ જાય છે. જયપુરમાં ૧૦થી વધારે અને રાજસ્થાનમાં ૧૦૦ થી વધારે વેપારીઓને તે રાજનેતાઓ, અધિકારીઓ અને મેજિસ્ટ્રેટનો અવાજ કાઢીને કરોડો રૂપિયા ઠગી ચુકયા છે.SSS