અધિકારી ઘોડા ઉપર સવાર થઈ બિલ વસૂલવા નિકળે છે

નવી દિલ્હી, પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે તો લોકો હવે પેટ્રોલ અને ડિઝલ પરનો ખર્ચ બચાવવા માટે જાત જાતના પ્રયાસો પણ કરી રહ્યા છે.
બિહારના ઈલેક્ટ્રિસિટી વિભાગના કર્મચારી અભિજિત તિવારીએ હવે ઘોડા પર સવાર થઈને વીજ બિલ વસુલવાનુ શરૂ કર્યુ છે. તેમનુ કહેવુ છે કે, પેટ્રોલના ભાવ એટલા વધ્યા છે કે, વાહન ચલાવવુ મુશ્કેલ છે. પેટ્રોલનો ખર્ચ ઘોડાની સાર સંભાળ કરતા ડબલ છે એટલે હવે ઘોડા પર સવારી કરું છું.
અભિજિત બિલ વસુલવા માટે હવે ઘોડા પર નિકળતા હોવાથી ચર્ચાનો વિષય બની ગયા છે. આ પહેલા મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પણ યુસુફ શેખ નામના વ્યક્તિ ઘરથી પંદર કિલોમીટર દુર આવેલી ઓફિસે ઘોડો લઈને જતા હોવાની વિગતો સપાટી પર આવી હતી. પેટ્રોલના ભાવ વધી ગયા હોવાથી તેમણે એક કાઠિયાવાડી બ્રીડનો ઘોડો ખરીદી લીધો છે.SSS