અધિકારી ન બની શકતા વહુને સાસરિયાએ કાઢી મૂકી
ઝુનઝુનુ: એક તરફ વિશ્વભરમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમની હિંમત વધારવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ મહિલા શિક્ષણના અગ્રણી ઝુનઝુનુ જિલ્લામાં એક મહિલા સાથે અત્યાચારના સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. ઝુનઝુનુની એક મહિલા આરએએસ અધિકારીની બની શકી તો સાસરીયાએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે મહિલાએ આરએએસ પ્રી-પાસ કરી હતી ત્યારે સાસરીયા પક્ષના લોકોએ દીકરાનું તેની સાથે સગપણ નક્કી કર્યું હતું,
એ વિચારીને કે વહુ એસડીએમ બની જશે, પરંતુ ના બન્યા ત્યારે સાસરીયાએ તેના અત્યાચાર શરૂ કર્યો અને માર મારીને ઘરમાંથી તગેડી મૂકી. વહુએ ઘણા પ્રયાસો કર્યા પરંતુ અધિકારી ન બની શકી. ઝુનઝુનુ જિલ્લાના સૂરજગઢ શહેરના વોર્ડ નંબર બેની ઉષાએ જણાવ્યું કે તેણે વર્ષ ૨૦૧૩માં આરએએસ પ્રિ-ક્લિયર કર્યું હતું. આ દરમિયાન બુગાલાના રહેવાસી વિકાસ કુમાર સગપણ નક્કી થયું હતું. વિકાસ કુમાર પોલીટેકનિકલ કોલેજમાં લેક્ચરર છે. તેઓએ વિચાર્યું કે, ઉષા ટૂંક સમયમાં આરએએસ બનશે. આ પછી બંનેએ વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા. ઉષાએ કહ્યું કે, આરએએસ મેઇન્સ લગ્ન પછી થયું.
ઉષા આ પરીક્ષામાં સફળ ન થઈ શકી. જેથી સાસરીયાઓએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. પતિ પોતે લેક્ચરર છે, તે પણ કહેવા લાગ્યો કે અધિકારી ના બની શકી. પિતા જગદીશ પ્રસાદ લોહરાણીયાએ જણાવ્યું કે નવલગઢ તહસીલના બુગલા ગામે રહેતા સાસરીયાઓ સામે યુવતીને દહેજ સતામણી, ઘરેલુ હિંસા અને ઘરની બહાર કાઢી મૂકવા માટે કેસ દાખલ કર્યો છે. મહિલાના પતિ વિકાસ કુમાર બુગાલિયા, સાસુ વિમલા દેવી, સસરા નાનડરામ બુગલિયા અન્ય લોકો સાથે મળીને બહાર કાઢી મૂકી.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેનો પતિ વિકાસ કુમાર દારૂનો વ્યસની છે. ઉષાએ જણાવ્યું કે, ૨૦૧૬માં તેણે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની આરએએસ પ્રી પરીક્ષા પાસ કરી હતી. હું આરએએસ મેન કોમ્પિટિશનની તૈયારી કરી રહી હતી. આરએએસ પ્રી રિઝલ્ટ જાેયા પછી સાસરીયાઓએ સગપણ નક્કી કર્યું હતું. લગ્ન બાદ તે તેના પતિ સાથે સાસરીયામાં રહેતી હતી. આ દરમિયાન પતિ અને સાસરીયાઓ દ્વારા હેરાનગતિને કારણે તે આરએએસની મુખ્ય પરીક્ષા પાસ કરી શકી ન હતી. ઉષાએ કહ્યું કે તે સતત અન્ય પરીક્ષાઓની તૈયારી કરતી રહી પણ સફળતા ન મળી. આ કારણે સાસરીયા પક્ષના લોકો ગુસ્સે થયા અને તેમને પરેશાન કરવાનું શરૂ કર્યું અને બાદમાં અધિકારી ન બનતા ઘરમાંથી કાઢી મૂકી. હાલ ફરિયાદના આધારે પોલીસે સાસરીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.