અધીર રંજને તાકિદે શિયાળુ સત્ર બોલાવવાની માંગ કરી
નવીદિલ્હી, લોકસભામાં કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલાને તાકિદે સંસદનું શિયાળુ સત્ર બોલાવવાની વિનંતી કરી છે. ચૌધરીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી કહ્યું છે કે આ સમયે દેશમાં આંદોલન કરી રહેલા કિસાનોની સમસ્યા મોટી છે.તે ઉપરાંત કોવિડ ૧૯ વેકસીનની તૈયારી, આર્થિક મંદી અને બેરોજગારી જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર ગૃહમાં તાકિદે ચર્ચા કરાવવાની જરૂરત છે. આથી સંસદનું સત્ર બોલાવી તેના પર ચર્ચા કરાવવામાં આવે.
ચૌધરીએ લખ્યું છે કે આદરણીય મહોદય હું તમારૂ ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું કે આ સમયે દેશમાં ખુબ મહત્વપૂર્ણ અને જવલંત મુદ્દા ચાલી રહ્યાં છે તેમાં સૌથી ઉલ્લેખનીય છે કિસાન આંદોલન અને કોવિડ ૧૯ની વેકસીનની તૈયારી અને સ્થિતિ આર્થિક મંદી, સીમા પર તનાવ આ મહત્વપૂર્ણ મુદ્દા પર સંસદમાં સંપૂર્ણ અને પારદર્શી ચર્ચા અને પરિચર્ચાની આવશ્યકતા છે.ચૌધરીએ લખ્યું કે ઉપરોકત મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા માટે એક નાનુ શિયાળુસત્ર કોવિડ ૧૯ની તમામ સાવધાનીઓ દાખવતા બોલાવી શકાય છે જેથી દેશને વર્તમાન મુદ્દા સમજી શકાય.HS