અનંતનાગમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ: જમ્મુ કાશ્મીરના શ્રીગુવારા અનંતનાગના શલગુલ વન વિસ્તારમાં ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે.માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને લઇ પોલીસનું કહેવુ છે કે હજુ સુધી શબ કબજે કરવામાં આવ્યા નથી શબ કબજે કર્યા બાદ જ કાંઇ પણ કહી શકાય છે આ ઓપરેશન બાદ તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસનું કહેવુ છે કે કોઇ અફવા ન ફેલાવે તેને ધ્યાનમાં રાખી ઇટરનેટ સેવાને કામચલાઉ રીતે બંધ કરી દેવાાં આવી છે એ યાદ રહે કે આ વિસ્તારમાં આતંકીઓ હોવાની માહિતી મળતા પોલીસ સેના અને સીઆરપીએફે મળી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએે સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો આથી સુરક્ષા કર્મચારીઓએ પણ જવાબ આપ્યો હતો
આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે સામ સામે ગોળીબાર થયા હતાં જેમાં ચાર આતંકીઓ માર્યા ગયા હતાં આ અથડામણ બાદ સમગ્ર વિસ્તારની તલાશી શરૂ કરાઇ છે.