અનએકેડેમીએ ફ્લેગશિપ સ્કોલરશિપ ટેસ્ટ ‘અનએકેડેમી પ્રોડિજી’ની ચોથી એડિશનની જાહેરાત કરી
ધોરણ 7થી 10 માટે ફ્લેગશિપ સ્કોલરશિપ ટેસ્ટ ‘અનએકેડેમી પ્રોડિજી’ની ચોથી એડિશનની જાહેરાત
ભારત, ભારતના સૌથી મોટા લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડેમીએ આજે એની નેશનલ ફ્લેગશિપ સ્કોલરશિપ ટેસ્ટ –‘અનએકેડેમી પ્રોડિજી’ની ચોથી એડિશનની જાહેરાત કરી હતી. આ ટેસ્ટ JEE, NEET UGના તમામ આકાંક્ષીઓ અને ધોરણ 7થી ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપી શકે છે. અનએકેડેમી પ્રોડિજીના ટોપર્સને રોમાંચક ઇનામો* સાથે તેમના UG કે PG શિક્ષણ માટે રૂ. 20 લાખ સુધીની કોલેજ ગ્રાન્ટ જીતવાની તક મળશે.
અનએકેડેમી પ્રોડિજીની સ્થાપના ભવિષ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવા અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવા માટે થઈ હતી.
આ પહેલ અંતર્ગત અનએકેડેમીનો ઉદ્દેશ 23મી જાન્યુઆરી, 29મી જાન્યુઆરી, 6 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરીના રોજ અનુક્રમે ચાર સ્કોલરશિપ ટેસ્ટ હાથ ધરવાનો છે. આ ટેસ્ટ ફાઇનલ એક્ઝામ પેપરની પેટર્નને મેચ કરવા બનાવવામાં આવી છે. આ દરેક ટેસ્ટ 60 મિનિટની હશે તથા તેમાં એપ્ટિટ્યૂડ (અભિગમ), વર્બલ એબિલિટી, લોજિકલ રિઝનિંગ (તર્કશક્તિ) અને જનરલ સાયન્સ સાથે સંબંધિત 35 પ્રશ્રો હશે.
જે આકાંક્ષીઓ પ્રતિભાશાળી અનએકેડેમી પ્રોડિજીમાં કુશળ હશે, તેઓ રોમાંચક ઇનામો મેળવવાને પાત્ર બનશે, જે અનએકેડેમીના સબસ્ક્રિપ્શન્સ પર 100 ટકા સ્કોલરશિપની સાથે તેમના શિક્ષણને સપોર્ટ કરશે. ઉપરાંત આકાંક્ષીઓ તેમના UG કે PG શિક્ષણ માટે રૂ. 20 લાખ સુધીની કોલેજ ગ્રાન્ટ જીતવાની તક ધરાવશે. રિવોર્ડ 13મી ફેબ્રુઆરી પછી વહેંચવામાં આવશે.
અનએકેડેમી પ્રોડિજી દ્વારા અનએકેડેમી નિષ્ણાતોએ આપેલા વિગતવાર સ્કોરકાર્ડ સાથે આકાંક્ષીઓને તેમના અભ્યાસના નબળાં ક્ષેત્રોને ઓળકવાની તક મળશે. વળી તેઓ પ્લેટફોર્મ પર પ્રદાન કરેલા વીડિયો સોલ્યુશન્સ દ્વારા તેમની શંકાઓનું સમાધાન મેળવી શકે છે. વિદ્યાર્થીઓ અહીં વધારે વિગત મેળવી શકે છે કે ટેસ્ટ માટે તેમની નોંધણી કરાવી શકે છેઃhttps://unacademy.com/scholarship/prodigy2022.