Western Times News

Gujarati News

અનલકી લોટરી પર મળ્યું ૭૫.૯૩ કરોડનું ઇનામ

કેલિફોર્નિયા, અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક મહિલાએ ભીડમાં ધક્કો લાગતાં ૭૫ કરોડ રૂપિયાનું ઇનામ લાગી ગયું. ખરેખરમાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસ કાઉન્ટીમાં લાક્વેન્ડ્રા એડવર્ડ્‌સ નામની મહિલા સુપર માર્કેટમાં લોટરીની ટિકિટ ખરીદવા ગઇ હતી.

તે લાઇનમાં લાગેલી હતી આ દરમિયાન પાછળથી એક વ્યક્તિનો ધક્કો તેને લાગ્યો જેને કારણે તે જે નંબર ઇચ્છતી હતી તે ન પસંદ કરી શકી. લોટરી સ્ક્રેચ વેડિંગ મશીનમાં તેનો હાથ ૪૦ ડોલરની ટિકિટ પર દબાઇ ગયો.

તેને ખુબજ દુખ થયું અને સાતે જ જમીન પર પડેલી લોટરીની ટિકિટ ઉઠાવી અને તે વ્યક્તિને ગુસ્સામાં જાેયું. તે વ્યક્તિ વગર કંઇ બોલે ત્યાંથી ચુપચાપ નીકળી ગયો. લાક્વેન્ડ્રા ખુબજ દુ:ખી હતી કે તેને ધક્કો લાગ્યો અને તેને કારણે તે તેનો મનપસંદ નંબર ન લઇ શકી.

પણ આ અનલકી નંબરે તેની કિસ્મત ચમકાવી દીધી. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, લાક્વેદ્રાએ થોડા દિવસો પછી કારમાં રાખેલી તેની લોટરી ટિકિટ સ્ક્રેચ કરી, જેથી તેને વિશ્વાસ ન આવ્યો. તેણે ૧૦ મિલિયન ડોલર એટલે કે ૭૫.૯૩ કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું.

ઈનામ જીત્યા બાદ લકેડ્રાએ કહ્યું એક ફટકે મારું નસીબ બદલી નાખ્યું. હવે હું તે અજાણ્યા વ્યક્તિનો આભાર માનવા માંગુ છું. તેના કારણે હવે હું મારી દરેક ઈચ્છા પૂરી કરી શકીશ. હું મારું ઘર ખરીદી શકીશ અને લોકોના ભલા માટે એનજીઓ શરૂ કરી શકીશ.

તમને જણાવી દઈએ કે અમેરિકાના કુલ ૫૦ રાજ્યોમાંથી ૪૩ લોટરી ચાલે છે, ૭ રાજ્યોમાં લોટરી નથી. લોટરી ખુલવાની શક્યતા ઘણી ઓછી છે, છતાં મોટાભાગના અમેરિકનો લોટરી પાછળ દોડે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.