Western Times News

Gujarati News

અનલૉકની પ્રક્રિયા સટીક રીતે થશે તો કેસમાં વધારો નહીં થાય : ગુલેરિયા

કોરોનાની ત્રીજી લહેરને લઈને ઊભા થતા અનેક પ્રશ્નો પર એઈમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યા : જૂનના અંત સુધીમાં કેસ ઘટશે

નવી દિલ્હી: દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેરને કારણે કોહરામ મચી ગયો હતો. કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ હતી. બીજી લહેર હજી માંડ શાંત થઈ રહી છે ત્યારે લોકોમાં ત્રીજી લહેરનો ભય જાેવા મળી રહ્યો છે. લોકોના મનમાં ત્રીજી લહેરને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં એઈમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ ઘણાં બધા સવાલોના જવાબ આપ્યા હતા.

દેશભરમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, તેના વિષે ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે આગામી બે ત્રણ અઠવાડિયા અથવા આ મહિનાના અંત સુધીમાં કેસની સંખ્યા ઓછી થવી જાેઈએ. અને જાે અનલૉકની પ્રક્રિયા સટીક રીતે કરવામાં આવશે તો કેસની સંખ્યામાં વધારો નહીં થાય. કોરોનાની ત્રીજી લહેરની વાત કરતાં ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે, ૧૯૧૮માં પણ જ્યારે મહામારી આવી હતી ત્યારે ઘણાં લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે પણ ત્રીજી લહેર આવી હતી પરંતુ ત્રીજી લહેરમાં બીજી લહેરની સરખામણીમાં કેસ ઘણાં ઓછા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર બાળકો માટે જાેખમી સાબિત થઈ શકે છે. ડોક્ટર ગુલેરિયા આ વિષે જણાવે છે કે, ગ્લોબલ ડેટાની વાત કરીએ તો બીજી લહેરમાં યુવાઓ અને વયસ્કોમાં વધારે સંખ્યામાં કેસ જાેવા મળ્યા. લોકોને હવે બાળકો વાયરસની ચપેટમાં આવશે તેનો ડર છે. જ્યાં સુધી બાળકોની વાત છે તો બાળકોમાં માઈલ્ડ ઈલનેસ જ જાેવા મળશે. બાળકોમાં રસીકરણ બાબતે તેમણે કહ્યું કે, બાળકોને રસી આપવી જરૂરી છે. ભારત બાયોટેક ૨થી ૧૮ વર્ષના બાળકોનું ટ્રાયલ કરી રહી છે. હજી પણ રસીકરણ માટે કો-મોર્બિરીટી વાળા લોકોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

ડોક્ટર ગુલેરિયાએ આગળ જણાવ્યું કે, આપણે સમજવાની જરૂર છે કે આપણે વાયરસ સામે લડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, વાયરસ પણ પોતાને બચાવી રાખવા માટે આપણી સાથે લડી રહ્યો છે. રસીકરણની સાથે સાથે કોરોનાને લગતા નિયમોનું પાલન કરીએ તે પણ જરૂરી છે. રસીના મિક્સ ડોઝ પર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, તેના પર અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે. પરંતુ ગ્લોબલી ઘણાં લોકોને તેનાથી સાઈડઈફેક્ટ થઈ છે. માટે ડેટા આવે નહીં ત્યાં સુધી કંઈ પણ કહેવુ યોગ્ય નથી. અત્યારે તો બન્ને ડોઝમાં એક જ રસી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ.

વેક્સિનની બીજી રસીનો ગેપ કેમ વધારવામાં આવ્યો તે પ્રશ્ન પર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, માત્ર કોવીશીલ્ડ વેક્સિન માટે જ અંતર વધારવામાં આવ્યું છે. એક નવા વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર, બીજાે ડોઝ ૧૨ અઠવાડિયા પછી લેવામાં આવે તો વધારે સારી રીતે એન્ટીબૉડી ડેવલપ થાય છે. કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓ માટે તેમણે કહ્યું કે, જાે તમે રિકવર થઈ જાઓ તો ધીરે ધીરે એક્ટિવિટી વધારો. એકદમથી કસરત કરવાનું પણ શરુ ના કરો. બોડીને આરામ આપો અને યોગ કરો. ડાયટનું ધ્યાન રાખો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.