અનલૉક -4 : મેટ્રો શરૂ થઈ શકે, સ્કૂલ-કૉલેજ બંધ રહેશે
નવી દિલ્હી : ગૃહ મંત્રાલયના સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે અનલૉક-4 માં પણ સ્કૂલ અને કોલેજ બંધ રહી શકે છે. અનલૉક-4ની શરૂઆત સપ્ટેમ્બરમાં થઈ શકે છે. અલગ-અલગ પરીક્ષાઓને મળેલી મંજૂરી પછી એવી અટકળો કરવામાં આવી રહી હતી કે અનલૉક-4માં સ્કૂલ-કોલેજ સહિત બધા શિક્ષણ સંસ્થાન વગેરે ખોલવામાં આવી શકે છે. જોકે સૂત્રોના હવાલાથી એવી માહિતી મળી છે કે અનલૉકના આ ચરણમાં પણ સ્કૂલ-કોલેજોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે આ ચરણમાં પણ કન્ટેનમેઇન્ટ ઝોનમાં સખત પ્રતિબંધ યથાવત્ રહેશે. આ ચરણમાં મેટ્રો સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. અનલૉક-4ને લઈને ગૃહ મંત્રાલય જલ્દી વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કરી શકે છે.
તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટથી શરૂ થયેલા અનલૉકના ત્રીજા ચરણમાં જિમ અને યોગ સંસ્થાન ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય કન્ટેનમેઇન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન લગાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. અનલૉકના ત્રીજા ચરણમાં નાઇટ કર્ફ્યુ પણ હટાવી લીધો હતો.