અનલોકની સ્થિતિ વચ્ચે ગુજરાત સ્વૈચ્છીક લોકડાઉન તરફ
‘જાન હૈ તો જહાન હૈ’ સૂત્રને અનુસરતા લોકોઃ આઈટી કંપનીઓએ ઘરેથી કામ કરવાની મુદતમાં વધારો કયોર્ : અનલોકની સ્થિતિ વચ્ચે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કાળમુખા કોરનાનો ફફડટા ભારત સહિત વિશ્વભરના દેશોમાં છે. ભારતમાં અનલોક પછી કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમુક રાજ્યોએ જુલાઈ સુધી લોકડાઉન લંબાવ્યુ છે તો બાકીના જે રાજ્યોમાં અનલોકની શરૂઆત થઈ છે ત્યાં બજારો-હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, દુકાનો ખુલી ગયા છે. પરંતુ તેને કારણે કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે.
સોશ્યલ ડીસ્ટન્સીંગનો અભાવ, માસ્ક નહીં પહેરવાની વૃત્તિ તેની પાછળના કારણો ગણો કે બીજી અન્ય કારણો હોય, પંરતુ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. કોરોનાના કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈએ તો ભારત ટોચના પાંચના દેશોની ગણતરીમાં આવી ગયો છે. દિલ્હી-મહારાષ્ટ્ર-ગુજરાતમાં કેસો વધી રહ્યા છે તેને લઈને તંત્ર એકશનમાં છે.
ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો પ્રથમ અમદાવાદમાં કેસો વધ્યા હતા ત્યાર પછી સુરતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી છે. અમદાવાદમાં કેેસોમાં એકંદરે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન વધી રહ્યા છે.
આ વિસંગતતાનો ખ્યાલ આવી શકે તેમ નથી. અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટમાં કેસો તો વધ્યા પંરતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કેસ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્ય સરકારે અનલોક-રમાં કામ-ધંધા-રોજગારના સ્થળો ૮ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની ગાઈડલાઈન બહાર પાડી હતી. પરંતુ કોરોનાના ડરને કારણે સાંજ પડતા જ જાણે કે સોંપો પડી જાય છે.
સાંજના સાત વાગ્યા પછી લોકો ઘર ભેગા થઈ જાય છે. રસ્તાઓ પર ટ્રાફિક ઓછો નજર પડે છે. ગામડાઓમાં- નાના ટાઉનમાં સ્થિતિ વણસતા જ હવે વેપારી એસોસીએશનને સ્વેૈચ્છીક નિર્ણય લઈને કામ-ધંધાના સ્થળોના કામના કલાકો ઘટાડી રહ્યા છે. જુદા જુદા ટાઉનોમાં તથા તાલુકા કક્ષાએ ક્યાંક તો સ્થાનિક તંત્રને સાથે રાખીને અગર તો વેપારી એસોસીએશનો નિર્ણય લઈ રહ્યા છે.
રાજકોટમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશને દુકાનો ૯ થી ૪ વાગ્યા સુધી ખુલ્લીી રાખવાનો નિર્ણય કયોર્ છે. એવી જ રીતે સુરત, વડોદરા, પાટણ, દાહોદ, જામનગર, વલસાડ સહિતના પંથકમાં નાના તાલુકાઓ, ગામડાઓમાં વેપારીઓ મેદાનમાં આવ્યા છે. અને સ્વયંભૂ અને સ્વેૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરી રહ્યા છે. કોરોનાના કારણે વેપારીઓ કોઈપણ જાતનું જાેખમ લેવા માંગતા નથી.
જાન હૈ તો જહાન હૈ’ એવું વડાપ્રધાને કહ્યુ હતુ. તેને પુનઃ વેપારી એસોસીએશનો અનુસરી રહ્યા છે. વેપારીઓએ દુકાનોના શટર વહેલા પાડી દેવાનો નિર્ણય કયોર્ છે. શહેરી વિસ્તારોમાં સાંજ પડતા જ વેપારીઓ કામધંધા બંધ કરીને ઘરે જતાં રહેતા હોય છે. તો ગામડાઓમાં કેવી સ્થિતિ હશે?? તેની કલ્પના જ કરવી રહી.
વળી, સાંજ પછી ગ્રાહક આવવાની સંભાવના પણ ખુબ જ ઓછી રહેતી હોવાથી સાંજ ઢળતા સુધીમાં તો કામ-ધંધાવાળા પોતાના કામકાજને આટોપી લે છે. સાવ એવું નથી કે બજારો ખુલ્યા નથી પરંતુ જે કઈ ધરાકી થાય છે તે સાંજ ઢળતા સુધીમાં થઈ જતી હોય છે. ગ્રામ્ય વિસ્તારો-તાલુકા મથકોએ તો ઘણા નાના નાના તથા મધ્યમ કક્ષાના શહેરોમાં વેપારી અસોસીએશનો સ્વેૈચ્છીક નિર્ણયો લઈરહ્યા છે.
ગુજરાતમાં ધીમે ધીમે સ્વેૈચ્છીક સ્વયંભૂ રીતે નાગરીકો કામકાજના કલાકો ઘટાડી રહ્યા છે. આઈટી કંપનીઓએ તો ‘વર્ક ટુ હોમ’ની થીયરી અમલમાં મુકી છે
તેમાં એક મહિનાનો વધારો કરી દીધો છે. આમ, અનલોકમાં સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં શહેેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. જેેના કારણે વેપારી એસોસીએશનો કામના કલાકોમાં ઘટાડો કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ વેપારી એસોસીએશનો આ દિશા તરફ આગળ વધે એવી સંભાવનાઓનો ઇન્કાર થઈ શકે તેમ નથી.