અનલોકમાં નિયમો કડક બનાવાશે કે વધુ છૂટછાટ અપાશે ?
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને રાજય સરકાર ભારે ચિંતામાં મુકાઈ છે. બીજી તરફ શ્રાવણ મહિનામાં તહેવારોની વણઝાર જાેવા મળશે ત્યારે કોરોના સંક્રમણ વધારે ફેલાઈ નહી ત્યારે ધાર્મિક કાર્યક્રમો, મેળાઓ યોજવા સહિતના મુદ્દે આજે કેબીનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાશે. રાજયમાં હાલમાં અનલોકની સ્થિતિ છે ત્યારે વધારે છૂટછાટ આપવાની સાથે સુરત-અમદાવાદ- રાજકોટ- વડોદરા જેવા શહેરોમાં સરકારી ગાઈડલાઈનનો કડક અમલ થાય તે હેતુથી કેટલાક મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે અનલોકની સ્થિતિમાં રાજય સરકાર વ્યાપક છૂટછાટો આપી છે. કામ-ધંધા- નોકરીઓના સ્થળો ધમધમતા થયા છે. બજારો ખુલ્યા છે પરંતુ શહેરોની સાથે ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. ગામડાઓમાં તો વેપારી સંગઠનો- સ્થાનિક આગેવાનો- પ્રશાસનતંત્ર સંયુક્ત રીતે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધ્યા છે ઠરઠેર કામકાજના કલાકો ઘટાડવામાં આવી રહયા છે. અગર તો પાંચથી સાત દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન કરી રહયા છે રાજય સરકારની કેબીનેટની બેઠકમાં આ મુદ્દો હાથ પર લેવાશે. લોકો લોકડાઉન તરફ આગળ વધી રહયા છે જયારે બીજી તરફ રાજય સરકારે અનલોક જાહેર કર્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં કોરોનાનો દૈનિક આંકડો ૧૦૦૦ ઉપર પહોંચ્યો છે. અમદાવાદ- સુરતમાં કોરોના સંક્રમણ અચાનક વધ્યુ છે. અમદાવાદમાં થોડા દિવસ કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો પરંતુ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થઈ રહયો છે તેને લોકો આશ્ચર્યજનક માની રહયા છે. સુરતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે. રાજય સરકારની આરોગ્યની ટીમોએ સુરતમાં ધામા નાખ્યાં છે. આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહયા છે. જાેકે સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક છે
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ મળનારી કેબીનેટની બેઠકમાં કોરોનાના વધતા જતા કેસોને મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. બીજી તરફ રાજયમાં શ્રાવણ મહિનામાં એક પછી એક ધાર્મિક તહેવારો આવી રહયા છે આ સંજાેગોમાં કોરોના ફેલાય નહી તે હેતુથી કેટલાક મહત્વના નિર્ણયો બેઠકમાં લેવામાં આવશે જન્માષ્ટમી પર યોજાતા મેળાઓ અગાઉથી રદ્દ કરાઈ દેવાયા છે જાેકે મોટા મેળાઓને મુદ્દે આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે.
અમદાવાદ- સુરત સહિત રાજયભરમાં કોરોના વોરીયર્સ તરીકે કામ કરતા ડોકટર્સ- નર્સ કોરોનાથી સંક્રમિત થઈ રહયા છે રાજયમાં ૩૦૦ ડોકટરો કોરોના સંક્રમિત થયા હતા જેમાંથી ૯૦ તબીબોના મૃત્યુ થયા છે જયારે નર્સો સહિત પેરા મેડીકલ સ્ટાફને કોરોના થયો છે. ઈન્ડીયન મેડીકલ એસોસીએશન સહિતની સંસ્થાઓએ કોરોના દર્દીઓને સારવાર આપતા ડોકટર્સ- નર્સ લોકોને સતર્ક કર્યા છે અને રેડ એલર્ટ કરી દેવાયા છે રાજય સરકાર આ મુદ્દે પણ ચિંતિત છે કેબીનેટની બેઠકમાં કોરોના સંક્રમણ અને તેને લગતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. તો સાથે જ રાજયમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થયુ છે ત્યારે વરસાદ- વાવેતરના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા- વિચારણા કેબીનેટની બેઠકમાં કરવામાં આવશે.