Western Times News

Gujarati News

અનલોક બાદથી રાજ્ય સરકારની આવકમાં વધારો

ગાંધીનગર: ૧લી જુલાઈથી અનલોક-૧ અમલમાં આવ્યા બાદ રાજ્ય સરકારની આવકમાં અચાનક ઉછાળો જાવા મળ્યો છે. રેવન્યૂ વિભાગના મુખ્ય સૂત્રોએ જણાવ્યું કે, વેટ, જીય્જી્‌, મોટર વ્હીકલ ટેક્સ અને સ્ટેમ્પ ડ્યૂટી કલેક્શનના રજીસ્ટ્રેશનમાં લોકડાઉન લાગુ કરાયા બાદના મહિનાઓની સરખામણીએ વધારો થયો છે. રાજ્ય સરકારને લોકડાઉનના મહિનાઓ દરમિયાન કર્મચારીઓને પગાર તથા પહેલાના દેવાને ચૂકવવા માટે મોટી રકમ ઉધાર લેવી પડી હતી.

જાકે અનલોક-૧ સાથે કેટલીક ઈકોનોમિક એક્ટિવિટીફરીથી શરૂ થતા જ રેવન્યૂ કલેક્શનમાં ફરીથી વધારો જાવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ, મે ૨૦૨૦માં વેટથી રાજ્ય સરકારને ૭૬૫ કરોડની આવક થઈ હતી, જે જૂન મહિનામાં ૧૧૩૨ કરોડ થઈ ગઈ.   એપ્રિલમાં ૪૯૨ કરોડની આવક થઈ હતી, જે જૂનમાં ૨૪૨૦ કરોડ થઈ. આવી જ રીતે મોટર વ્હીકલ ટેક્સથી આવરમાં ચાર ગણો વધારો થયો.

એપ્રિલમાં  આ આવક ૨૯.૪૧ કરોડ હતી, જે જૂનમાં ૧૨૯.૦૫ કરોડ થઈ. સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં પણ એપ્રિલમાં ૫.૫૫ કરોડથી જૂનમાં ૫૦૧ કરોડ સુધી વધારો થયો. આ વર્ષે માર્ચ અને જૂનમાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો હોવા છતાં માર્ચ ૨૦૨૦થી જૂન ૨૦૨૦ સુધીની આવકમાં પાછલા વર્ષની સરખામણીએ ૮૮૭૪.૬૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૯થી જૂન ૨૦૧૯ દરમિયાન રાજ્ય સરકારની આવક ૨૫,૩૫૨.૪૩ કરોડ રૂપિયા હતી, જે આ વર્ષે ઘટીને ૧૬,૪૭૭.૭૭ કરોડ રહી ગઈ.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે કહ્યું, લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની આવક તળિયે પહોંચી ગઈ હતી. જાકે સરકારની ટેક્સની આવક વધી રહી છે તે સારા સંકેતો છે, જા કે, પાછલા વર્ષની સરખાણીએ નથી પહોંચી. અમે આશા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈકોનોમીને વધારવા લેવાઈ રહેલા નિર્ણયોથી થોડા સમયમાં આપણે બાઉન્સ બેક કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.