અનલોક-૨ : અમદાવાદથી આજે વધુ એસટી બસ દોડશે
અમદાવાદ: આજે રાજ્યભરમાં અનલોક-૨ની શરૂઆત કરાઈ છે. ત્યારે અમદાવાદમાં આજથી એસટી બસ સેવામાં વધારો કરાયો છે. અમદાવાદમાં ડેપોથી ૨૩૨૫ એક્સપ્રેસ બસો શરૂ કરાઈ છે. ડેપોથી વધુ બસ દોડાવવાનો એસટી નિગમે નિર્ણય કર્યો છે. જાકે, રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં નહિ આવે. રાણીપ ડેપો પર ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં રાણીપ, નરોડા અને નહેરૂનગર એસટી ડેપોથી બસ ઉપડશે. ગીતા મંદિર એસટી ડેપો હજુ પણ બંધ રહેશે.
આજથી અમદાવાદથી ૬૦ ટકા એક્સપ્રેસ બસો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દોડશે. એક્સપ્રેસ બસોનું એડવાન્સ બુકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અનલોક-૨ માં ૫ લાખ મુસાફરો એસટી બસનો લાભ લેશે. દરેક બસમાં ૩૦ પેસેન્જરની કેપિસિટી સાથે બસો ઉપડશે.
ઉલ્લેખનીય છે કે, અનલોક-૨ની આજથી શરૂઆત થાય તે પહેલા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં સાવચેતી રાખવામાં કહ્યું હતું. ત્યારે અનેક લોકો માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. રાણીપ એસટી ડેપો પર પણ આવતા મુસાફરો પણ માસ્ક પહેરીને આવી રહ્યાં છે.