Western Times News

Gujarati News

અનલોક-૩ અન્વયે ગુજરાતમાં ૧ ઓગસ્ટથી રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણ મુકિત

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર રાજ્યમાં અનલોક-૩ અંતર્ગત કેટલીક છૂટછાટોના મહત્વપૂર્ણ નિર્ણયો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રી કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમ પણ તેમણે જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર ૫મી ઓગસ્ટથી ખોલી શકાશે.

આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.  આ બેઠકમાં મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ તેમજ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ વગેરે જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.