Western Times News

Gujarati News

અનલોક-૫: ૫૦ ટકાની ક્ષમતા સાથે થિયેટરો ખુલશે

કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૫ની જાહેરાત: શાળા-કોલેજાે ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો ઉપર છોડાયોઃ તા.૧૫મી ઓક્ટોબરથી થિયેટરો સાથે મનોરંજન પાર્ક ખોલવાની મંજૂરીઃ સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવાનો આદેશ

નવી દિલ્હી, કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલયનાં આજે અનલોક-૫ની જાહેરાત કેટલીક વધારાની છૂટછાટ સાથે કરવામાં આવી છે. કોરોનાને કારણે બે મહિના લોકડાઉનની પરિસ્થિતિ પછી અનલોક-૧,૨,૩,૪ની જાહેરાત કરીને તબક્કાવાર દેશભરમાં છૂટછાટ આપવામાં આવી હતી. એમાં પણ કેટલાંક સ્થાનિક પ્રશ્નોનાં મુદ્દે નિર્ણય રાજ્ય સરકાર પોતાની રીતે લઈ શકશે. એવી જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને અનલોક-૪માં સુધારા વધારા કરાયા હતાં. અને એ પ્રમાણે નાગરીકોને છૂટછાટ અપાઈ હતી. કામ-ધંધાનો સમયગાળો રાજ્ય સરકાર તરફથી નક્કી કરાયો હતો. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૫ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મલ્ટીપ્લેક્સ અને થિયેટરોને ૫૦ ટકાની ક્ષમતા સાથે સિનેમાઘર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે મનોરંજન પાર્કને પણ ખોલવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીલીઝંડી આપી છે. જાેકે શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે.

ગુજરાતમાં હજુ સુધી શાળા કોલેજાે શરૂ થઈ નથી. તેથી કેન્દ્રની અનલોક-૫ની જાહેરાત પછી રાજ્ય સરકાર તેનો અભ્યાસ કરીને આગામી એકાદ-બે દિવસમાં જ ગુજરાત માટેની અનલોક-૫ની સ્થિતિની જાહેરાત કરશે. ગુજરાત સરકાર શાળાઓ ખોલવા આમ તો પહેલેથી જ તૈયાર નથી. અને છેક દિવાળી સુધી શાળાઓ નહીં ખુલે તેવી જાહેરાત કરી ચુક્યા છે તેમ છતાં કેન્દ્રની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા પછી આ સંદર્ભમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બીજીતરફ ગુજરાતનાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું છે. દેશમાં લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે અનલોકની તબક્કાવાર જાહેરાતો કરી છૂટછાટો આપવાની શરૂઆત કરી છે. જેમાં અત્યાર સુધી સિનેમાગૃહો અને સ્નાનાઘર બંધ હતાં. આ ઉપરાંત શાળા-કોલેજાે પણ બંધ છે. શાળા-કોલેજાે દરેક રાજ્યની પરિસ્થિતિ ઉપર ખોલવા માટે તેનો નિર્ણય લેવાની સત્તા જે-તે રાજ્ય સરકારોને આપી છે. જાેકે સિનેમા ગૃહો ખોલવાની અનલોક-૫માં જાહેરાત કરવામાં આવતાં સિનેમાગૃહોનાં માલિકોની રજૂઆતને પ્રતિસાદ મળ્યો છે. જાેકે, સિનેમાગૃહોમાં કેન્દ્રની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા અનલોક-૫ની રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી છૂટછાટ ટૂંક સમયમમાં કરવામાં આવશે. જેમાં શાળા-કોલેજાેનો નિર્ણય તથા નવરાત્રી મહોત્સવનો નિર્ણય પણ લેવામાં આવનાર છે. ખાસ કરીને યુવા વર્ગનાં લોકો નવરાત્રી મહોત્સવ અંગેની જાહેરાત ઉપર મીટ માંડીને બેઠા છે. પરંતુ રાજ્ય સરકારે જાહેરમાં વ્યવસાયિક ધોરણે યોજાતા ગરબા મહોત્સવો ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે હવે શેરી ગરબા અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના ઉપર નાગરીકો મીટ માંડીને બેઠાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.