અનાજની દુકાનો પરથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અન્ન વિતરણ શરુઆત
અમદાવાદ, કોરોનાના કહેર વચ્ચે આજે સોમવારથી કેટલીક છૂટછાટ આપવામાં આવશે તેવું લાગી રહ્યુ છે. તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટના માલવાહક વાહનો માટે થોડી છૂટછાટો આપવામાં આપવામાં આવી રહી છે. આજથી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠાનું સોશિયલ ડિસ્ટન્સના અભિગમ સાથે અન્ન વિતરણ શરુઆત કરવામા આવી છે.
ગુજરાતના 3.25 કરોડ જેટલા અંત્યોદય અને PHH રેશન કાર્ડ ધારક લાભાર્થીઓને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠાનું સોશિયલ ડિસ્ટન્સના અભિગમ સાથે નિઃશુલ્ક વિતરણ તથા ગુજરાતમાં વસેલા અન્ય રાજ્યોના શ્રમિકોની આશ્રય-ભોજન માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.