અનાજ કૌભાંડ: તેલંગણામાં કોંગ્રેસ સરકારની મુશ્કેલી વધી
હૈદરાબાદ, દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે તેલંગણાની કોંગ્રેસ સરકાર પર રૂપિયા ૧૧૦૦ કરોડના અનાજ કૌભાંડનો આક્ષેપ કરાયો છે
. રાજ્યના બીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કે.ટી.રામા રાવે કોંગ્રેસ પર આક્ષેપ કરવાની સાથે રાજ્યમાં અનાજના વેચાણ અને ઉચ્ચ ગુણવત્તાના ચોખા ખરીદી સાથે સંબંધીત ૧૧૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક નેતા વિવિધ વિસ્તારના લોકો પાસેથી લાંચ વસુલી રહ્યા હતા. આ અંગે કાર્યાલય અને દિલ્હીના વરિષ્ઠ નેતાઓ સાથે સંકળાયેલા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે.
તેલંગણાના ભવનમાં આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રામ રામે કહ્યું કે, ‘પ્રથમ કૌભાંડ ૩૫ લાખ ટન અનાજના વેચાણ માટેના ટેન્ડરનું છે. બીજું કૌભાંડ આવાસીય કલ્યાણ છાત્રાલયો માટે ૨.૨ લાખ ટન ઉચ્ચ ગુણવત્તાના ચોખાની ખરીદીનો છે.
૨૫ જાન્યુઆરીએ એક સમિતિની નિમણૂક કરાઈ હતી, તે જ દિવસે આદેશ જારી કરાયા અને ટેન્ડર પણ આમંત્રિત કરી દેવાયા. એક દિવસમાં તમામ પ્રક્રિયા સ્પષ્ટરૂપે ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.’