અનામતનો લાભ લીધા પછી ઉમેદવાર જનરલની ખાલી જગ્યાઓ પર દાવો ન કરી શકે
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોમાં મદદનીશ કારકુનની નોકરી માટે અનુસૂચિત જાતિ કેટેગરીના ૧૨૨ ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં આ ઉમેદવારોએ સામાન્ય કેટેગરીની ખાલી જગ્યાઓ માટે તેમની ઉમેદવારીને ધ્યાનમાં પર લેવા માટે કોર્ટને અરજી કરી હતી. કારણ કે જનરલ કેટેગરીમાં પસંદ થયેલા છેલ્લા ઉમેદવારો કરતાં તેમનું મેરિટ ઉચ્ચ હતું.
જસ્ટિસ બિરેન વૈષ્ણવે અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે આ જીઝ્ર કેટેગરીના ઉમેદવારોએ ભરતી પરીક્ષા માટે લાયક બનવા માટે વય અને અન્ય માપદંડોને લગતી છૂટછાટ મેળવી છે અને તેથી તેમને જનરલ કેટેગરીની બેઠકો માટે અનામત કેટેગરીના મેરિટ પ્રાપ્ત ઉમેદવારો ગણી શકાય નહીં. હાઈકોર્ટે નીચલી અદાલતોમાં આસિસ્ટન્ટ ક્લાર્કની ૭૬૭ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરી હતી.
ફેબ્રુઆરી ૨૦૨૦ માં ૫૨૫ ઉમેદવારોની પસંદગીની સૂચિ તૈયાર કરવામાં આવ્યા પછી, ૧૨૧ બેઠકો ખાલી હતી અને અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં પણ એટલી જ બેઠકો ખાલી હતી.
એસસી કેટેગરીના આ ઉમેદવારોએ ખાલી બેઠકો પર બંને કેટેગરીમાં પોતાનો દાવો કર્યો હતો, તેમણે સાથે એવી દલીલ રજૂ કરી કે અનામત કેટેગરીઓ માટે કટ-ઓફ ૬૧ ગુણ હતા જ્યારે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે તે કટ ઓફ ૫૨ ટકા હતા. તેમ છતાં, સામાન્ય કેટેગરીમાં ઉમેદવારોની પૂરતી સંખ્યા ન હતી અને ૧૨૧ બેઠકો ખાલી રહી હતી. એસટી કેટેગરીમાં માત્ર પાંચ જ જગ્યાઓ ભરી શકાઈ હતી.
જ્યારે આ અરજીકર્તાઓ જીઝ્ર કેટેગરીના ઉમેદવારો હતાં જેમણે ૫૨ થી ૬૧ ટકાવારી વચ્ચે માર્કસ મેળવ્યા હતા અને જીઝ્ર કેટેગરીની પસંદગીની યાદીમાં સ્થાન મેળવી શક્યા ન હતા. તેમની આ માંગનો હાઈકોર્ટ તરફથી પ્રતિનિધિત્વ કરતા વકીલે વિરોધ કર્યો હતો.
વકીલે સરકારી પરિપત્રને ટાંકીને જણાવ્યું હતું કે જાે અનામત ક્વોટાના ઉમેદવારને તે ચોક્કસ કેટેગરી માટે હળવા પાત્રતા માપદંડનો કોઈ લાભ મળી ગયો હોય તો તે/તેણી મેરીટ ધરાવનાર ઉમેદવાર તરીકે સામાન્ય કેટેગરીની અથવા અન્ય કેટેગરીની બેઠકો પર દાવો કરી શકશે નહીં. અનામત કેટેગરી માટે છૂટછાટના માપદંડનો લાભ મેળવ્યા પછી, વ્યક્તિની ઉમેદવારી ફક્ત તે ચોક્કસ અનામત શ્રેણી માટે ધ્યાનમાં લેવામાં આવશે.SSS