અનિતા હસનંદાનીનો દીકરો ૬ મહિનાનો થતા સેલિબ્રેશન કર્યું
મુંબઈ: અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીનો દીકરો આરવ છ મહિનાનો થઈ ગયો છે. આરવને મોટો થતો જાેવાની ખુશી અનિતા અને રોહિત બંનેને છે. આરવ છ મહિનાનો થતાં કપલે ખૂબ સરસ રીતે સેલિબ્રેશન કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી છે. જેમાં ત્રણેય મેચિંગ આઉટફિટમાં ‘પર્ફેક્ટ ફેમિલી’ લાગી રહ્યા છે. અનિતા હસનંદાનીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં આરવ પહેલા મમ્મીના ખોળામાં, બાદમાં પપ્પાના ખભા પર બેસીને પોઝ આપી રહ્યો છે.
આટલું નહીં હાફ બર્થ ડે પર આરવ માટે લાવવામાં આવેલી કેક પણ દેખાડવામાં આવી છે. આ સિવાય વાદળી અને સિલ્વર કલરના ફુગ્ગાથી ઘરમાં ડેકોરેશન કરેલું પણ જાેઈ શકાય છે. અનિતા હસનંદાનીએ સફેદ કૂર્તો-પ્લાઝો પહેર્યો છે. તો રોહિત રેડ્ડીએ સફેદ ટી-શર્ટ પહેર્યું છે. આ સિવાય ટી-શર્ટ, ડેનિમ અને બ્લેક કેપમાં આરવ ક્યૂટ લાગી રહ્યો છે. વીડિયોની સાથે એક્ટ્રેસે લખ્યું છે કે ‘જાનુ જાનુ જાનુ. અનિતા હસનંદાનીએ બીજી જે પોસ્ટ શેર કરી છે, તે ફેમિલી ફોટો છે.
જેમાં અનિતા અને રોહિત આરવને રમાડી રહ્યા છે. તો આરવ પણ મમ્મી-પપ્પાની કંપની માણી રહ્યો છે. આ તસવીરની સાથે લખ્યું છે ‘અમે તારા માતા-પિતા બનીને કેટલા ખુશ છીએ તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અમારા જીવનના પ્રેમને છ મહિના મુબારક. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. અમને પસંદ કરવા માટે આભાર. અનિતા હસનંદાનીએ જે ત્રીજી પોસ્ટ મૂકી છે તેમાં તે દીકરાને વ્હાલ કરી રહી છે. આરવનો ચહેરો દેખાઈ રહ્યો નથી. જાે કે, તેના આઉટફિટ બદલાયેલા છે. આરવે પ્રિન્ટેડ લેંઘી અને ફૂલ સ્લીવનું ટી-શર્ટ પહેર્યું છે.