Western Times News

Gujarati News

અનિતા હસનંદાની પતિની આંખોમાં ખોવાઇ ગઇ

મુંબઈ: ટીવીની નાગિન અભિનેત્રી અનિતા હસનંદાની તાજેતરમાં પહેલીવાર મમ્મી બની છે. તેઓએ પ્રેમાળ પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના જન્મ પછી તે સોશિયલ મીડિયા પર પોતાના પુત્ર અને પતિ રોહિત રેડ્ડી સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે તેના પતિ સાથે કેટલીક ઇન્ટીમેટ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

અનિતા હસનંદાનીના પતિ રોહિત રેડ્ડીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક રોમાંચક તસવીરો શેર કરી છે. તસવીરોમાં બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જાેવા મળે છે. તસવીરોમાં અનિતા અને રોહિતની કેટલીક ખાનગી પળો દેખાય છે. અનિતા અને રોહિત એકબીજામાં ખોવાઇને કિસ કરી રહ્યાં છે. કોઇ મહિલા તેમની આ તસવીરને ક્લિક કરતી દેખાય છે. રોહિતે કેપ્શનમાં લખ્યું છે,

હું તે તમામ ક્ષણોને પ્રેમ કરું છું. જેમાં અમે એકબીજા સાથે સમય વિતાવીએ છીએ, પુરાવા જાેવા માટે સ્વાઇપ કરો! ત્રણ તસવીરોમાં પહેલી તસવીરોની વાત કરીએ તો પહેલી તસવીરમાં રોહિત અને અનિતા કિસ કરતા જાેવા મળી શકે છે. બીજા ફોટામાં તે બંનેનો ફોટો લેતી વખતે કોઇ અન્ય ને પણ જાેઇ શકાય છે. ત્રીજી તસવીરમાં અનિતા અને રોહિત ફોન પર તેમના ફોટા જાેતા નજરે પડે છે.

આ તસવીરો પર, સમિરા રેડ્ડી, ટીસ્કા ચોપડા, નિશા રાવલ, અદિતિ ભાટિયા, તનાઝ ઇરાની વગેરે સેલેબ્સે ફોટા ભાવનાત્મક લાગણીઓ સાથે મજેદાર પ્રતિક્રિયા આપી છે. અનિતાએ રોહિત સાથે તેની સુંદર ક્ષણની ઝલક પણ શેર કરી છે. આમાં રોહિત અનિતાને હસતાં અને ગળે લગાવેલા જાેવા મળે છે. દંપતીની આ સુંદર તસવીર તેમના સંબંધોની ડેપ્થ કહેવા માટે પૂરતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.