Western Times News

Gujarati News

અનિયોજિત લોકડાઉન એક વ્યક્તિના અહંકારની દેન છે: રાહુલ ગાંધી

નવીદિલ્હી, ચોમાસુ સત્ર શરૂ થવાની પહેલા રાહુલ ગાંધીએ ટિ્‌વટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી સ્પષ્ટ કરી દીધુ છે કે સત્ર દરમિયાન તે આક્રમક વલણ અપનાવનાર છે.તેમણે ટ્‌વીટરના માધ્યમથી વડાપ્રધાન મોદી પર ટીપ્પણી કરી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લખ્યું કે કોરોના સંક્રમણના આંકડા આ અઠવાડીયે ૫૦ લાખ અને એકિટવ કેસ ૧૦ લાખને પાર થઇ જશે. અનિયોજિત લોકડાઉન એક વ્યક્તિના અહંકારની દેન છે જેથી કોરોના દેશભરમાં ફેલ થઇ ગયું. રાહુલ ગાંધીએ મોદી સરકારને કહ્યું કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ ખુદ જ બચાવી લો કારણ કે વડાપ્રધાન મોરની સાથે વ્યસ્ત છે.

કોરોના સંકટની વચ્ચે સંસદમાં આજથી ૧૮ દિવસનું ચોમાસુ સત્ર શરૂ થયું ચોમાસુ સત્રમાં સીમા પર ચીનની સાથે ગતિરોધ,કોવિડ ૧૯ના પ્રકોપનો સામનો કરવાની કેન્દ્રની નીતિઓ આર્થિક પડકારો જેવા મુદ્દા છવાયેલા રહેશે જયાં એક તરફ વિરોધપક્ષ આ તમામ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા ઇચ્છે છે તો બીજી તરફ સરકારની નજર લગભગ બે ડઝન વિધેયકોને પસાર કરાવવા પર છે.

કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાના નેતૃત્વમાં કાર્ય મંત્રણા સમિતિની પહેલી બેઠકમાં આ માંગોને ઉઠાવી પરંતુ તેના પર ચર્ચાઓ માટે અત્યાર સુધી સમય આપવામાં આવ્યો નથી ૧૫ સપ્ટેમ્બરે આ બેઠક બીજીવાર યોજનાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.