અનિલની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ કંપની વેચાઈ ગઈ

નવી દિલ્હી, દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની વેચાઈ ગઈ છે. મુંબઈના ઉદ્યોગપતિ નિખિલ મરચન્ટે તેને ખરીદવા માટે સૌથી વધારે ૨૭૦૦ કરોડ રુપિયાની બોલી લગાવી છે.રિલાયન્સ નેવલ કંપની મૂળભૂત રીતે પિપાવાવ શિપયાર્ડના નામથી જાણીતી છે.
એક બિઝનેસ મીડિયા રિપોર્ટ પ્રમાણે કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા આ કંપનીની હરાજીમાં ભાગ લઈ રહેલી કંપનીઓ સાથે વાતચીત દરમિયાન તેમની પાસેથી હાઈએસ્ટ બિડ મંગાવવામાં આવ્યા હતા.જે પછી નિખિલ મર્ચન્ટ અને તેમના પાર્ટનર્સની કંપની હેઝલ મર્કેન્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડે શિપયાર્ડ માટે ૨૭૦૦ કરોડ રુપિયાની બોલી લગાવી હતી.
આ પહેલા તેમણે ૨૪૦૦ કરોડ રુપિયાની ઓફર કરી હતી આડીબીઆઈ બેન્ક રિલાયન્સ નેવલ કંપની એટલે કે શિપયાર્ડની લીડ બેન્ક છે.શિપયાર્ડને જાન્યુઆરીમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં લઈ જવાયુ હતુ.જેથી બાકી લોનની વસુલાત થઈ શકે. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પર ૧૨૦૦૦ કરોડ રુપિયાનુ દેવુ છે.
જેમાં સૌથી વધારે દેવુ ૧૯૬૫ કરોડ રુપિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનુ બાકી છે જ્યારે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનુ ૧૫૫૫ કરોડ રુપિયાનુ દેવુ બાકી છે. આ કંપની માટે ત્રણ કંપનીઓએ બોલી લગાવી હતી.જેમાં એક કંપનીએ તો માત્ર ૧૦૦ કરોડની ઓફર કરી હતી.SSS