અનિલસ્ટાર્ચ નરોડા રોડ પાછળ બીજુ પીરાણા બની રહ્યુ છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પિરાણા ડમ્પીંગ સ્ટેશન, કે જયાં આજે રોજનો હજારો ટન કચરો તથા પ્લાસ્ટીકની ચીજા ઠલવાતી જાય છે. જેને કારણે આજુબાજુના રહીશો ચામડી તથા શ્વાસના રોગોથી પીડાઈ રહયા છે. જે જગ્યાએથી ડમ્પીંગ સ્ટેશનની ખસેડવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ જગ્યા હજુ મળી નથી અને આજુબાજુના વિસ્તારમાં રહીશો તો બીમારીથી પીડાઈ રહયા છે.
આવુંજ એક બીજુ પીરાણા ડમ્પીંગ સ્ટેશન ઉભું થઈ રહયું છે; જે અનિલસ્ટાર્ચની આજુબાજુના વિસ્તારોમાં રહીશો માટે શ્રાપરૂપ બની રહયુંછે. અનિલસ્ટાર્ચની પાળ આવેલ મેદાન આજે માત્ર ઉકરડો જ નહીં પરંતુ રોગચાળાનું કેન્દ્ર બની ગયું છે. ત્યાં માત્ર કચરો જ નહી; પરંતુ મેડીકલ વેસ્ટ, તથા આજુબાજુ થતા બાંધકામના રોડા પથ્થરો પણ ત્યાં ફેકવામાં આવે છે.
આ જ ડમ્પયાર્ડની સાથે જ સસાયટી તથા આ ડમ્પયાર્ડની સાથે જ પૂર્વિપાર્ક સોસાયટી તથા અશોક મીલની જુની ચાલી આવેલ અને જયારે આ કચરો સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો, આજુબાજુના રહીશો માટે જા મ્યુ-કોર્પોરેશન આ અંગે ગંભીરતાથી નહી વિચારે, અને આ કચરાના ઢગલાને ખસેડશે નહી.
તો અહી પણ લોકો શ્વાસના રોગો, દમ, તથા ચામડીના રોગોથી પીડાતા જાવા મળશે. ત્યાંના રહીશોનું કહેવું છે કે આ માટે મ્યુ-કોર્પોરેશનના સત્તાવાળાઓ સ્થાનિક કોર્પોરેટરો, રાજયસરકાર સમક્ષ અકે વખત રજુઆત કરવા છતાં કોઈ પરીણામ આવ્યું નથી. અને હવે તો કચરાના ઢગલાઓ ડુંગરનું ધારણ કર્યું તો પણ મ્યુ.કોર્પોરેશનના સત્તાવાળાઓ ઉકેલ લાવવા પ્રયાસ કરતા નથી. અનિલસ્ટાર્ચ પાછળ આવેલ ખાલી પ્લોટ પર ઠલવાતો કચરો; ત્યાંના રહીશો માટે શ્રમરૂપ