અનિલ અંબાણીની વિદેશી મિલકતો સામે બ્લેક મની એક્ટ ઓર્ડર ઈશ્યુ

મુંબઈ, અનિલ અંબાણીની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. એડીએજી સમૂહની કંપનીઓ નાદારીમાંથી પસાર થઈ રહી છે જ્યારે સામે પક્ષે પ્રમોટર કે પૂર્વ પ્રમોટર અનિલ અંબાણી સામે વ્યક્તિગત કેસો વધી રહ્યાં છે.
આવકવેરાના ઈન્વેસ્ટીગેશન વિભાગના મુંબઈ એકમે માર્ચ, ૨૦૨૨માં રિલાયન્સ સમૂહના વડા અનિલ અંબાણી સામે ૨૦૧૫ બ્લેક મની એક્ટ (બીએમએ) હેઠળ એક આદેશ પસાર કર્યો હતો.
આ કેસ સંબંધિત અંતિમ ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં અંબાણી પાસે રૂ. ૮૦૦ કરોડની ઓફશોર અઘોષિત આવક હોવાનો અંદાજ છે. આ રકમ વર્તમાન રૂપિયા-ડોલર એક્સચેન્જ રેટને આધારે નક્કી કરવામાં આવી છે. કથિત અઘોષિત મિલકતો પર અનિલ અંબાણીને નોટિસ ઈશ્યુ કર્યા પછી બ્લેક મની એક્ટ ઓર્ડર ૨૦૧૯ પ્રથમ વખત દાખલ કરવામાં આવ્યો હતો.
અનિલ અંબાણીને તપાસ ટીમે અનેક સવાલો પૂછ્યા હતા પરંતુ તેમણે આ પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. ફેબ્રુઆરી, ૨૦૨૦માં અંબાણીએ યુકે કોર્ટમાં નાદારી જાહેર કરી હતી અને કહ્યું હતુ કે તેમની પાસે કોઈ સંપત્તિ નથી. મારી નેટવર્થ શૂન્ય છે.બીએમએ ઓર્ડરમાં બે વિદેશી સ્થળો બહામાસ અને બ્રિટિશ વર્જિન ટાપુઓમાં અનિલ અંબાણીની આ અઘોષિત આવક શોધી લીધી છે.
બહામાસમાં અનિલ અંબાણીએ ૨૦૦૬માં ઓફશોર કંપની, ડ્રીમવર્ક્સ હોલ્ડિંગ્સ ઇન્ક સાથે ડાયમંડ ટ્રસ્ટની સ્થાપના કરી. સીબીડીટી દ્વારા ફોરેન ટેક્સ એન્ડ ટેક્સ રિસર્ચ (એફટીટીઆર) ડિવિઝન દ્વારા બહામાસને મોકલવામાં આવેલી અરજીઓમાં જાણવા મળ્યું છે કે તેમનું સ્વિસ બેંક ખાતું યુબીએસ બેંકની ઝ્યુરિચ બ્રાંચમાં છે.બ્રિટિશ વર્જિન આઈસલેન્ડમાં પણ અન્ય એક અઘોષિત ઓફશોર કંપની નોર્થ એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડ છે, જે અનિલ અંબાણીએ ૨૦૧૦માં સ્થાપિત કરી હતી.
આ કંપનીનું બેંક ઓફ સાયપ્રસ સાથે બેંક ખાતું લિંક થયેલ તપાસમાં મળી આવ્યું છે.આ બંને કંપનીઓ અગાઉના એક સમાચાર દ્વારા પ્રકાશિત થયેલ પેન્ડોરા પેપર્સ તપાસમાં અનિલ અંબાણી સાથે જાેડાયેલી ૧૮ કંપનીઓમાંની હતી. આ ઓર્ડર ઓફશોર એન્ટિટીઝ અને લિંક્ડ બેંક એકાઉન્ટ્સમાં રૂ. ૮૦૦ કરોડથી વધુના વ્યવહારો સામે આવ્યો હતો.SS2KP