અનિલ અંબાણી અને પૂર્વ CBI ચીફના ફોન પણ હેક થયા હતા

નવીદિલ્હી: પેગાસસ જાસૂસીમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે છડ્ઢછ ગ્રુપના એક વરિષ્ઠ અધિકારી અને સીબીઆઈના પૂર્વ ચીફ આલોક વર્માના ફોન પણ કથિત રીતે હેક કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુરૂવારમાં બીજા અનેક નામોની યાદી જાહેર કરવામાં આવી, જેમાં અનિલ અંબાણીનું પણ નામ છે. સમાચાર પોર્ટલ ‘ધ વાયર’ પ્રમાણે જે ફોન નંબરોનો અનિલ અંબાણી અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી સમહૂના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો એ નંબર એ લીક યાદીમાં સામેલ છે, જેનું વિશ્લેષણ પેગાસસ પ્રોજેક્ટ ગ્રુપના મીડિયા જૂથે કર્યું હતું.
રિપોર્ટ પ્રમાણે આલોક વર્માને કેન્દ્ર સરકારે ૨૦૧૮માં સીબીઆઇના પૂર્વ પ્રમુખના પદથી હટાવ્યા હતા. ત્યારબાદ તરત જ વર્માનું નામ પેગાસસની યાદીમાં સામેલ કરવામાં આવ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ‘અંબાણી ઉપરાંત કંપનીના અન્ય અધિકારી જેમના ફોન નંબર યાદીમાં સામેલ છે, તેમાં કૉર્પોરેટ સંચાર પ્રમુખ ટોની જેસુદાસનની સાથે તેમની પત્ની પણ સામેલ છે.’ આમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એ પુષ્ટિ ના કરી શકાય કે અનિલ અંબાણી વર્તમાનમાં એ ફોન નંબરનો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં. આ વિશે અત્યારે એડીએજી તરફથી રિપોર્ટ વિશે પ્રતિક્રિયા નથી મળી.