અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ૫૦૦ ટકાનો ઊછાળો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/anil-ambani-1024x577.jpg)
અમદાવાદ: હાલ અર્થતંત્ર ભલે માંદુ હોય, પરંતુ શેરબજાર જાણે ઘોડાની જેમ દોડી રહ્યું છે. આ તેજીના પ્રવાહમાં એવા પણ કેટલાક શેર્સ આવી ગયા છે કે જેમનું હજુ બે-ત્રણ વર્ષ પહેલા તો કોઈ નામ લેવા પણ તૈયાર નહોતું. આવા જ શેર્સમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના શેર્સનો પણ સમાવેશ થાય છે. જાે ૫૨ વીકની સૌથી નીચલી સપાટી સાથે સરખામણી કરવામાં આવે તો અનિલ અંબાણી ગ્રુપના શેર્સ ૫૦૦ ટકા જેટલા ઉપર આવી ગયા છે.
એક સમયે જાેરદાર ગાજેલા, પરંતુ રોકાણકારોને નવડાવનારા રિલાયન્સ પાવરમાં છેલ્લા કેટલાક સમયથી જાેરદાર તેજી જાેવા મળી રહી છે. આ શેરની ૫૨ વીકની મૂવમેન્ટની વાત કરીએ તો, ૪ જૂનના રોજ તેનો ભાવ ૨.૨૦ રુપિયાની આસપાસ હતો. જે ૪ જૂન ૨૦૨૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિ અનુસાર, ૯.૮૫ રુપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ, આ શેરમાં એક વર્ષમાં ૩૪૭ ટકાનો જાેરદાર ઉછાળો જાેવાયો છે.
એડીએજી ગ્રુપની અન્ય એક કંપની રિલાયન્સ કેપિટલના શેરમાં પણ આ જ રીતે જાેરદાર તેજી જાેવા મળી છે. જાે છેલ્લા ૫૨ સપ્તાહના લૉની વાત કરવામાં આવે તો, આ શેરે ૧૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭.૩૦ રુપિયાનો પોતાનો લૉ બનાવ્યો હતો. જાેકે, ત્યારબાદ તેમાં સતત સુધારો જાેવા મળ્યો છે. ૧૬ ડિસેમ્બરે આ શેર ૧૩.૮૫ રુપિયાના સ્તરે પહોંચ્યો અને પછી તેમાં ઘટાડો શરુ થયો હતો. જાેકે, ૨૬ એપ્રિલથી તેમાં વધારાની ચાલ જાેવાઈ હતી, અને ૪ જૂનની સ્થિતિએ તે ૧૬.૨૫ રુપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
દેવાળું ફુંકનારી અનિલ અંબાણીની માલિકીની કંપની આરકોમના શેરે ૪ જૂન ૨૦૨૦ના રોજ ૦.૮૫ રુપિયાનો ૬૨ સપ્તાહનો લૉ નોંધાવ્યો હતો. જાેકે, ત્યારબાદ તેમાં રોકેટગતિએ ઉછાળો જાેવા મળ્યો હતો