અનિલ કપૂરના દીકરા સાથે જાેવા મળી એક મિસ્ટ્રી ગર્લ
મુંબઇ, બોલીવુડના સ્ટાર અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરએ પોતાની ડેટિંગ લાઈફને લઈને અનેક સવાલો ઉભા કરી દીધા છે. હર્ષવર્ધનને તાજેતરમાં જ એક મિસ્ટ્રી ગર્લ સાથે જાેવામાં આવ્યો હતો. જે ઈન્ડસ્ટ્રીની તો નહોતી જ. રવિવારની બપોરે બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને રસ્તા પર બિન્દાસ્ત ફરતા જાેવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોને લઈને ફેન્સ સોશિયલ મીડિયા પર એ મિસ્ટ્રી ગર્લની ઓળખ વિશે જ વાતો કરી રહ્યાં છે. વીડિયોમાં હર્ષવર્ધને ફ્લોરલ બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટ સાથે ટાઈ ડાઈ વ્હાઈટ શોર્ટ્સ પહેરેલું છે. જ્યારે તેની મિસ્ટ્રી ગર્લે વ્હાઈટ ટ્રાઉઝર, વ્હાઈટ સ્નીકર્સ અને બ્લેક શેડ્સની સાથે મલ્ટિકલર ક્રોપ ટોપ પહેર્યું હતું.
એક બિલ્ડીંગમાં એન્ટ્રી કરતા પહેલાં બંને રસ્તા પર ફરતા જાેવા મળ્યા અને બંનેએ એકબીજાનો હાથ પકડ્યો હતો. આ બંને સિગારેટ પણ પી રહ્યા હતા. ફેન્સ માની રહ્યાં છે કે, આ મિસ્ટ્રી ગર્લ હર્ષવર્ધનની ગર્લફ્રેન્ડ છે. જેની ઓળખ માટે ફેન્સ અનેક સવાલો પણ પૂછી રહ્યાં છે.
એક યૂઝરે કોમેન્ટ કરી કે, કોણ છે તેની ગર્લફ્રેન્ડ? અનેક યૂઝર્સે પૂછ્યું કે, આ છોકરી કોણ છે. એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું કે, વાહ, અનિલ કપૂરની થનારી વહૂ. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, તમે બંને જાેરદાર લાગી રહ્યાં છો. જ્યારે બીજા એકે કોમેન્ટ કરી કે, કમાલ. હર્ષવર્ધને આની પહેલાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે પોતાની લવ લાઈફને લઈને પ્રાઈવેટ રહેવાનું પસંદ કરશે.
તેણે ગયા વર્ષે કહ્યું હતું કે, મને મારી પ્રાઈવસી જાેઈએ. હું જેવો દેખાઉ છું તે કદાચ ભોળો અને આદર્શવાદી છે. પરંતુ મને એક ફિલ્મ કરવી, એના વિશે વાત કરવી અને પછી ગાયબ થઈ જવું પસંદ છે. હું ખૂબ જ બોરિંગ છોકરો છું, એટલા માટે મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.
વર્કફ્રંટની વાત કરીએ તો, હર્ષવર્ધન તેના પિતા અનિલ કપૂરની સાથે નેટફ્લિક્સની ફિલ્મ થારમાં જાેવા મળશે. તેની સાથે ફાતિમા શેખ પણ છે. નેટફ્લિક્સે ગયા મહિને ફિલ્મના સ્ટિલ્સ જાહેર કર્યા હતા. ફોટોમાં અનિલ કપૂર ખાખી વર્દીમાં એક પોલીસકર્મી તરીકે રણમાં એક સાથી કર્મી સાથે ઊભેલો હતો. હર્ષવર્ધન એક સોલિડ લૂકમાં હતો અને પોલીસથી બચીને તેને ભાગતો બતાવવામાં આવ્યો હતો.
ફાતિમાને એક ગામડાની છોકરી તરીકે બતાવવામાં આવી હતી. થારની સ્ટોરી ૧૯૮૦ના દાયકાની છે અને આ એક એવા વ્યક્તિની સ્ટોરી છે કે જે મોટા શહેરમાં નોકરી શોધવા માટે જાય છે. એ પછી પોતાના અતીતનો બદલો લે છે.SSS