Western Times News

Gujarati News

અનિલ કપૂરે પત્ની સુનીતાને ગિફ્ટમાં મર્સિડિઝ કાર આપી

મુંબઈ: બોલિવુડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરનો પત્ની પ્રત્યેનો પ્રેમ પણ એવરગ્રીન છે. ગુરુવારે એટલે કે ૨૫મી માર્ચે અનિલ કપૂરના પત્ની સુનીતનો બર્થ ડે હતો. પત્નીને ખુશ કરતાં એક્ટરે ગિફ્ટમાં એક મોંઘીદાટ કાર આપી છે. જેની ઝલક ફોટોગ્રાફરે તેમના કેમેરામાં કેદ કરી લીધી હતી. અનિલ કપૂરે સુનીતાને જે કાર ગિફ્ટમાં આપી છે, તે બ્લેક મર્સિડિઝ બેન્ઝ જીએલએસ છે, જેની હાલની કિંમત ૧ કરોડ રૂપિયા છે.

બર્થ ડેના દિવસે અનિલ કપૂરે પત્નીને વિશ કરતાં બંનેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે લખ્યું હતું કે, મારા જીવનના પ્રેમને ટ્રેનના થર્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટથી લોકલ બસ અને રિક્ષાથી લઈને કાલી પીલી ટેક્સીમાં ટ્રાવેલિંગ કરવા સુધી ઈકોનોમીથી બિઝનેસથી લઈને ફર્સ્‌ટ ક્લાસમાં ઉડાન ભરવા સુધી કરાઈકુડી જેવા ગામની એક નાનકડી હોટેલથી લઈને લેહ લદાખમાં ટેન્ટમાં રહેવા સુધી આપણે આ બધું ચહેરા પર સ્મિત અને હૃદયમાં પ્રેમ રાખીને કર્યું છે.

હું તને પ્રેમ કરું છું તેના કરોડો કારણોમાંથી આ થોડા છે. તું મારા સ્મિત પાછળનું કારણ છે અને તારા કારણે જ આપણી અત્યારસુધીની જર્ની સુખી અને સંતુષ્ટ રહી છે. તું મારી જીવનસાથી છે તે વાતથી હું ધન્ય છું. આજે, હંમેશા અને સહાય માટે હેપી બર્થ ડે હંમેશા તને પ્રેમ કરીશ. તો પતિની પોસ્ટ પર કોમેન્ટ કરતાં સુનીતા કપૂરે લખ્યું હતું કે,

હું પણ તને અનંતકાળ અને તેનાથી વધારે સુધી પ્રેમ કરું છું. સોનમ કપૂરે પણ મમ્મીને વિશ કરતાં કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘માતા એ ખૂબ સાદો શબ્દ છે. પરંતુ મારા માટે તેનો અર્થ લગભગ ભાગ્યે જ સાંભળ્યો હશે. આજે હું જે કંઈ છું તેનો રસ્તો મારી માતાના પ્રેમે દેખાડ્યો છે. લવ યુ મમ્મા તને ખૂબ મિસ કરું છું. અનિલ કપૂર અને સુનીતાએ ૧૯૮૪માં લગ્ન કર્યા હતા. કપલે ૧૯૮૫માં સોનમ, ૧૯૮૭માં રિયા અને ૧૯૯૦માં દીકરા હર્ષવર્ધનનું સ્વાગત કર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, અનિલ કપૂર ખૂબ જ જલ્દી ‘જુગ જુગ જિયો’માં જાેવા મળવાના છે. જેમાં તેમની સાથે નીતૂ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.