અનિલ કપૂર અને હર્ષવર્ધન થારમાં થશે સામ-સામે
મુંબઇ, અનિલ કપૂર અને તેમના પુત્ર હર્ષવર્ધન કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ થારનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અનિલ અને હર્ષવર્ધન સામસામે જાેવા મળશે. અનિલ કપૂર અને હર્ષવર્ધન બંનેએ પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.
ફિલ્મમાંથી માત્ર અનિલ કપૂર અને હર્ષવર્ધનનો લૂક જ નહીં પરંતુ ફાતિમા સના શેખનો લૂક પણ સામે આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક જાેઈને જ ખબર પડે છે કે આ Movie RRR પર દર્શકોનું જાેરદાર મનોરંજન કરશે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે, જાેકે ફિલ્મની રિલીઝ ડેટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. અનિલ અને હર્ષવર્ધને પોતપોતાની પોસ્ટમાં એટલું જ લખ્યું છે કે, ટૂંક સમયમાં આ ફિલ્મ રિલીઝ થશે. અનિલ કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘રણની રેતીમાં દટાયેલા રહસ્યો પણ હવે કાયદાના આ લાંબા હાથથી બચી શકશે નહીં. ‘થાર’ ચોક્કસ જાેશો.
ટૂંક સમયમાં આવી રહી છે, નેટફ્લિક્સ પર. તો, તાજેતરમાં એવા સમાચાર હતા કે, અનિલ કપૂર અને હર્ષવર્ધન હાલમાં ફાતિમા સના શેખ સાથે ફિલ્મ થાર માટે શૂટિંગ કરી રહ્યા છે, જેનું નિર્દેશન રાજ સિંહ ચૌધરી કરી રહ્યા છે. અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાલમાં રાજ સિંહ ચૌધરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઘણા જિલ્લામાં કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અનિલ અને હર્ષવર્ધન છદ્ભ ફજ છદ્ભમાં પણ સાથે જાેવા મળ્યા હતા. એ ફિલ્મમાં હર્ષવર્ધનનો એક નાનકડો રોલ હતો, પરંતુ દર્શકોએ તેને પસંદ કર્યો. અનિલ કપૂરની રણબીર કપૂર સાથે ફિલ્મ ‘એનિમલ’ પણ આવવાની છે. આ ફિલ્મમાં તે રણબીરના પિતાની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.
આ સિવાય પરિણીતી ‘એનિમલ’માં પણ ખાસ રોલમાં જાેવા મળશે. એવા પણ સમાચાર હતા કે ‘થાર’ પહેલા અનિલ અને હર્ષવર્ધન ઓલિમ્પિક ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ શૂટર અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં જાેવા મળવાના હતા, પરંતુ આ બાયોપિક ઠંડી પડી ગઈ હતી.
અભિનવ બિન્દ્રાની બાયોપિકનું દિગ્દર્શન કન્નન અય્યર દ્વારા કરવામાં આવનાર હતું, જેમણે અગાઉ ફિલ્મ ‘એક થી દયાન’નું દિગ્દર્શન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં હર્ષવર્ધન કપૂર અભિનવ બિન્દ્રાનો રોલ કરવા જઈ રહ્યો હતો, જ્યારે અનિલ કપૂર તેના પિતાનો રોલ કરવા જઈ રહ્યો હતો.SSS