અનિલ કપૂર રિસેપ્શનમાં દીકરી સાથે ખૂબ નાચ્યા

મુંબઈ, અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે ૧૪ ઓગસ્ટે કરણ બૂલાની સાથે લગ્ન કર્યા છે. અનિલ કપૂરના ઘરના લિવિંગ રૂમમાં જ રિયા-કરણના લગ્ન થયા હતા. લગ્નમાં વર-વધૂના પરિવારના સભ્યો અને તેમના અંગત મિત્રો હાજર રહ્યા હતા. રિયા-કરણના લગ્ન બાદ અનિલ કપૂરના ઘરે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ પરિવારના સભ્યો ઉપરાંત બોલિવુડના કેટલાક સેલેબ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રિયા અને કરણના રિસેપ્શનમાં સૌએ મળીને ખૂબ ધમાલ કરી હતી. જેની ઝલક બતાવતા વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રિયાના રિસેપ્શનમાં અનિલ કપૂરે ખૂબ ડાન્સ કર્યો હતો.
દીકરી સાથે મળીને અનિલ કપૂરે સોનમની ફિલ્મ ખૂબસૂરતના ગીત અભી તો પાર્ટી શૂરુ હુઈ હૈ’ પર ઠુમકા લગાવ્યા હતા. ૬૪ વર્ષીય અનિલ કપૂર યલો રંગના કુર્તા-પાયજામામાં હેન્ડસમ લાગતા હતા અને તેમનો જુસ્સો જાેવાલાયક હતો. તો બીજી તરફ રિયા પફ્ડ સ્લીવવાળા વ્હાઈટ મેક્સી ડ્રેસમાં પપ્પાનો સાથ આપતી જાેવા મળી હતી. પિતા-પુત્રીનો ડાન્સ જાેઈને સૌ તેમને ચીયર કરી રહ્યા હતા. ફરાહ ખાને આ વિડીયો શેર કરતાં લખ્યું, “આ વ્યક્તિ ખૂબ ગમે છે. પિતા-પુત્રીનો બેસ્ટ ડાન્સ એ પણ અનિલ કપૂર સ્ટાઈલ.
રિયા અને સુનિતા આટલી સરસ પરોણાગત માટે આભાર. અભિનંદન કરણ બૂલાની. આ ઉપરાંત ફરહા ખાને રિસેપ્શન દરમિયાન અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે પણ તસવીરો ક્લિક કરાવી હતી. અર્જુન રિયા-કરણના રિસેપ્શનમાં બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતો હતો. અનિલ કપૂર ફિટનેસ પ્રત્યે ખૂબ જાગૃત છે અને આ જ કારણ છે કે, ૬૪ વર્ષના થયા હોવા છતાં તેમની ઉંમર લાગતી નથી. ઘરમાં દીકરીના લગ્નનો પ્રસંગ હતો ત્યારે પણ ‘જક્કાસ’ એક્ટરે કસરત ના મૂકી! રિયાની બેસ્ટફ્રેન્ડ અને ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા લગ્ન અને રિસેપ્શન બંનેમાં હાજર રહી હતી. ત્યારે તેણે લગ્નના દિવસની એક તસવીર શેર કરી છે જેમાં અર્જુન કપૂર અને અનિલ કપૂર જિમના સાધનોની પાસે જાેવા મળી રહ્યા છે. ટ્રેડિશનલ કપડાંમાં કાકા-ભત્રીજાની જાેડી હેન્ડસમ લાગે છે. પરંતુ તેમને મસ્તી-મસ્તીમાં કસરત કરતાં જાેઈને આશ્ચર્ચ ચોક્કસ થશે. આ તસવીર શેર કરતાં મસાબાએ લખ્યું, અનિલ કપૂર અને અર્જુન કપૂર હંમેશાની જેમ ફોકસ કરતાં જાેવા મળ્યા.SSS