અનિલ કુમાર લાહોટીએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો કાર્યભાર ગ્રહણ કર્યો
મધ્ય રેલવેના જનરલ મેનેજર શ્રી અનિલ કુમાર લાહોટીએ મંગળવાર,1 ફેબ્રુઆરી,2022 ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો કાર્યભાર ગ્રહણ કર્યો છે.શ્રી લાહોટીએ આઈઆઈટી રૂરકી (અગાઉની રૂરકી યુનિવર્સિટી) માંથી માસ્ટર ઑફ એન્જિનિયરિંગ (સ્ટ્રક્ચર)ની ડિગ્રી મેળવી છે.
તેઓ ઈન્ડિયન રેલવે સર્વિસ એન્જિનિયર (IRSE)ના 1984 બેચના વરિષ્ઠ અધિકારી છે.શ્રી અનિલ કુમાર લાહોટીને રેલવેમાં વિવિધ હોદ્દાઓ પર કાર્ય કરવાનો બહોળો અનુભવ છે. તેમણે મધ્ય રેલવેથી તેમની રેલ સેવા શરૂ કરી અને નાગપુર, જબલપુર (હવે પશ્ચિમ મધ્ય રેલવે પર)
અને ભુસાવલ ડિવિઝન અને મધ્ય રેલવે મુખ્યાલયમાં 1988 થી 2001 સુધી વિવિધ હોદ્દાઓ પર કાર્ય કર્યું છે.તેમણે મેમ્બર એન્જિનિયરિંગ, રેલવે બોર્ડના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, ચીફ એન્જિનિયર (કન્સ્ટ્રક્શન), ઉત્તર રેલવે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ટ્રેક મશીન્સ),
રેલવે બોર્ડ અને ઉત્તર મધ્ય રેલવેના પ્રિન્સિપાલ ચીફ એન્જિનિયર તરીકે પણ સેવા આપી છે.મધ્ય રેલવેના જનરલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા, શ્રી લાહોટી ઉત્તર રેલવેમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (કન્સ્ટ્રક્શન) તરીકે કાર્ય કરતા હતા.
તેમણે નવી દિલ્હી સ્ટેશનને વિશ્વ કક્ષાનું સ્ટેશન તરીકે વિકસિત કરવાની યોજના ઘડવામાંં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં જમીન અને એરસ્પેસના કોમર્શિયલ ડેવલપમેન્ટ અને પબ્લિક – પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલના વિકાસનો સમાવેશ થાય છે.તેમણે દિલ્હીમાં ભીડ ઓછી કરવા માટે આનંદ વિહાર અને
દિલ્હીમાં એક નવું દિશાત્મક ટર્મિનલ તથા દિલ્હી સ્ટેશનના મહત્વપૂર્ણ દ્વિતીય પ્રવેશદ્વારની યોજના ઘડી અને નિર્માંણ કર્યું.ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (કન્સ્ટ્રક્શન) ,ચીફ એન્જિનિયર (કન્સ્ટ્રક્શન) ના હોદ્દાઓ પર કાર્ય કરતાં સમયે તેમણે નવી રેલવે લાઈનો,ડબલિંગ, યાર્ડ રિમોડેલિંગ અને મહત્વપૂર્ણ પુલોનું નિર્માણ જેવા માળખાકીય પ્રોજેક્ટ્સનું ક્રિયાન્વયન કર્યું.
શ્રી અનિલ કુમાર લાહોટી, રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિવિલ એન્જિનિયરિંગ (પ્લાનિંગ) તરીકે, સેફ્ટી,મેન્ટેનન્સ,પુનર્વસન અને સ્થાયી માર્ગના અપગ્રેડેશન, હાઇ એક્સલ લોડ અને ટ્રેક પર હાઇ સ્પીડના ઑપરેશન પર નીતિ ઘડનારી ટીમનો એક હિસ્સો રહ્યા છે.
ટ્રેક મેન્ટેનન્સ માપદંડો પર સમિતિના સભ્ય તરીકે, તેમણે ટ્રેક મેન્ટેનન્સ વ્યવસ્થા ને કાર્યક્ષમ અને અસરકારક બનાવવા માટે ઇલેક્ટ્રોનિક ટ્રેક માપ પર આધારિત ટ્રેક મેન્ટેનન્સ માટે મેન્ટેનન્સ માપદંડો પર ઉદ્દેશ્ય નીતિ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમણે ટ્રેક મેન્ટેનન્સના મશીનીકરણ અને સ્વચાલનમાં મોટા પાયે કામ કર્યું છે
અને ભારતીય રેલવે પર ટ્રેક મેન્ટેનન્સના સંપૂર્ણ મશીનીકરણ માટે એક વ્યાપક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર,લખનૌ તરીકે તેમણે લખનૌ ડિવિઝન પર પેસેન્જર અને માલવાહક સંચાલન અને મૂળભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનને લગતા અનેક પડકારોનો સામનો કર્યો છે..
શ્રી અનિલ કુમાર લાહોટીએ ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ, હૈદરાબાદમાંથી સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, બોકોની સ્કૂલ ઑફ મેનેજમેન્ટ, મિલાન, ઇટાલીમાંથી એક્ઝિક્યુટિવ લીડરશિપ પ્રોગ્રામ, કાર્નેગી મેલોન યુનિવર્સિટી, યુએસએમાંથી એડવાન્સ્ડ લીડરશિપ એન્ડ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પ્રોગ્રામ અને કોન્ટેક્ટલેસ ટ્રેક રેકોર્ડિંગની તાલીમ લીધી છે. તેમણે વિવિધ ઓફિશીયલ એસાઈનમેન્ટ પર યુએસએ, જર્મની, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રિયા, ઈટાલી, હોંગકોંગ, જાપાન અને ચીનનો પ્રવાસ કર્યો છે.