અનુજ કપાડિયાએ પત્ની સાથે રોમેન્ટિક વીડિયો શેર કર્યો
મુંબઈ, અનુપમા સીરિયલમાં અનુજનો રોલ કરીને એક્ટર ગૌરવ ખન્ના દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવી રહ્યો છે. રીલ લાઈફમાં અનુજ અનુપમાને ખૂબ પ્રેમ કરે છે અને તેની ખુશી માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. અનુપમાને પ્રેમ કરતાં અનુજે ક્યારે લગ્ન નથી કર્યા.
પણ રિયલ લાઈફમાં એક્ટર ગૌરવ ખન્ના પરણેલો છે. ગૌરવ ખન્નાએ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા છે. આજે (૨૪ નવેમ્બર) ગૌરવ અને આકાંક્ષાની વેડિંગ એનિવર્સરી છે. એનિવર્સરી પર કપલે એકબીજા સાથેનો રોમેન્ટિક વિડીયો શેર કર્યો છે. ઉપરાંત ગૌરવે પત્ની માટે ખાસ પોસ્ટ પણ મૂકી છે. પત્ની સાથેની ક્યૂટ તસવીર શેર કરતાં ગૌરવ ખન્નાએ લખ્યું, “૫મી એનિવર્સરીની શુભેચ્છા આકાંક્ષા. પત્નીની સામે માથું ઢાંકીને રાખવામાં જ સમજદારી છે દોસ્તો. નવો જમાનો છે.
ગૌરવના આ રમૂજી કેપ્શન પર તેની પત્ની આકાંક્ષાએ કોમેન્ટ કરતાં પૂછ્યું, બેબી ખરેખર? આ સિવાય ગૌરવ અને આકાંક્ષાએ એક વિડીયો શેર કર્યો છે જેમાં બંને લિપલોક કરતાં જાેવા મળે છે. વિડીયોમાં ગૌરવ શૂઝની દોરી બાંધતો હોય છે ત્યારે આકાંક્ષાની તેની પાસે પાણીની બોટલ લઈને આવે છે પણ હાથમાંથી પડી જાય છે.
આકાંક્ષા લેવા માટે નીચે નમે છે ત્યારે ગૌરવ તેને કિસ કરી દે છે ને પછી બંને હસી પડે છે. આ વિડીયો શેર કરતાં કપલે લખ્યું, “અમે કદાચ નોર્મલ નથી અને પર્ફેક્ટની નજીક તો ચોક્કસથી નથી. હું તને પાગલ બનાવી દઉં છું અને તું પણ મને ગાંડપણની હદ સુધી પહોંચાડી દે છે.
તને હેરાન કરવામાં મને ચોક્કસથી મજા આવે છે અને ભવિષ્યમાં પણ હું આમ કરતી રહીશ. ચીયર્સ કે આપણે વધુ એક વર્ષ એકબીજાની હત્યા કર્યા વિના કાઢી નાખ્યું. હેપી એનિવર્સરી. ગૌરવ અને આકાંક્ષા એકબીજા સાથે મજેદાર રિલ્સ બનાવી દે છે. ત્યારે એક દિવસ અગાઉ એટલે કે ૨૩ નવેમ્બરે કપલની એંગેજમેન્ટ એનિવર્સરી હતી ત્યારે પણ કપલે ફની પણ રોમેન્ટિક વિડીયો શેર કર્યો હતો.
વિડીયો સાથે ‘હેપી એંગમેન્ટ એનિવર્સરી’નું કેપ્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગૌરવ અને આકાંક્ષાએ ૨૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ એક્ટરના હોમટાઉન કાનપુરમાં લગ્ન કર્યા હતા. આકાંક્ષા પણ એક્ટ્રેસ છે અને તેણે ભાગ્યલક્ષ્મી, સ્વરાગિણી જેવી સીરિયલોમાં કામ કર્યું છે. આકાંક્ષાને પણ અનુજ કપાડિયા તરીકે ગૌરવનું પરફોર્મન્સ પસંદ આવ્યું હોવાનું તેણે અગાઉ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.SSS