અનુપમાના કલાકારોએ શૂટિંગ દરમિયાન એકબીજાની ઉડાવી મજાક
સેટ પર અનુપમાના કલાકારો ઘણી મસ્તી કરે છે
સમર પારસ કલનાવતે ઉતારી લીધો દેવિકાનું પાત્ર ભજવી રહેલી જસવીર કૌરનો ડાન્સ કરતો વીડિયો
મુંબઈ, ટેલિવિઝનની મોસ્ટ પોપ્યુલર સીરિયલ અનુપમા, જે ન માત્ર દર્શકો પરંતુ TRP ચાર્ટમાં પણ રાજ કરી રહી છે, તેમાં હાલ અનુપમા અને અનુજ કપાડિયાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે અનુજ તરફથી માલવિકા, જીકે અને દેવીકા તો અનુપમા તરફથી બાપુજી, સમર, કિંજલ, પાખી અને તોષુ ગોઠવણમાં લાગેલા છે.
થોડા દિવસ પહેલા જ અનુપમા તરફથી અનુજને શુકન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેને અનુપમાના બા તરફથી પણ આશીર્વાદ મળ્યા હતા. આગામી સમયમાં અનુપમા અને અનુજ પરિવારના સભ્યોની હાજરીમાં એકબીજા સાથે રિંગ એક્સચેન્જ કરતાં જાેવા મળશે. અનુપમાના કલાકારોને ઘણીવાર સ્ક્રીન પર ઝઘડતા તો ક્યારેક મસ્તી-મજાક કરતા દેખાડવામાં આવે છે. જાે કે, કેમેરા પાછળ તેઓ હંમેશા કૂલ મૂડમાં રહે છે.
અત્યારે સગાઈના ટ્રેકનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક BTS વીડિયો સામે આવ્યા છે. દેવિકાનું પાત્ર ભજવી રહેલી જસવીર કૌરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલા આ વીડિયોમાં અનુપમાના બા અને બાપુજી સહિતના સભ્યો ઘરમાં ઉભા છે. જ્યારે અનુપમા અને અનુજ સેન્ટરમાં છે અને ક્રૂનો એક મેમ્બર તેમને સીન વિશે સમજાવી રહ્યો છે.
જ્યારે પારસ કલનાવત (સમર) અને આશિષ મેહરોત્રા (તોષુ) મસ્તીના મૂડમાં છે. તેઓ ખૂબ જ વિચિત્ર રીતે ડાન્સ કરી રહ્યા છે. તેમને જાેઈને એકતા સરૈયા (ડોલી) હસવા લાગે છે. આ સિવાય પારસ કલનાવતે પણ જસવીર કૌર અને એકતા સરૈયાનો એક BTS વીડિયો શેર કર્યો છે. પર્પલ કલરના લહેંગામાં જાેવા મળી રહેલી જસવીર ડાન્સ કરી રહી છે જ્યારે એકતા પહેલા કેમેરા અને બાદમાં જસવીર સામે જાેઈને મોં બગાડે છે. તેને મોં બગાડતી જાેઈને જસવીર હસ્યા વગર રહી શકતી નથી.
‘અનુપમા’ના ટ્રેકની વાત કરીએ તો, અનુપમા અને અનુજના લગ્નનો પહેલાથી જ વિરોધ કરી રહેલા બા, વનરાજ શાહ અને કાવ્યા બંનેની સગાઈમાં હાજરી આપશે. આ સિવાય રાખી દવે પણ ફંક્શમાં જાેડાવાના છે. તેથી, અપકમિંગ એપિસોડમાં હાઈવોલ્ટેજ ડ્રામા જાેવા મળશે તેવી શક્યતા છે. શોના આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે.
જેમાં અનુજ ભેટીને વનરાજને આવકારે છે અને બાદમાં ધીમેથી તેના કાનમાં કહે છે ‘અનુપમા સાથે માઈન્ડ ગેમ રમવાનું બંધ કરી દે વનરાજ. તારી વાતોની અમારા સંબંધો પર કોઈ અસર નહીં પડે, હું પડવા પણ નહીં દઉ’. તો બીજી તરફ અનુપમાને પ્રેમી અનુજને મળવા માટે આતુર છે.sss