અનુપમાના જીવનમાં થશે એક્સ-ક્રશ અનુજની એન્ટ્રી
મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમા સીરિયલમાં આગામી સમયમાં સૌથી મોટો ટિ્વસ્ટ જાેવા મળવાનો છે. સીરિયલમાં તેમજ અનુપમાના જીવનમાં નવા વ્યક્તિની એન્ટ્રી થવાની છે. એક્ટર ગૌરવ ખન્ના અનુપમાના એક્સ-ક્રશ અને ક્લોઝ સ્કૂલ ફ્રેન્ડ તરીકે એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જેની સાથે અનુપમાની મુલાકાત સ્કૂલના રિયુનિયનમાં થશે. ગૌરવ ખન્નાના પાત્રનું નામ અનુજ કપાડિયા હશે અને તેની પહેલી પહેલી ઝલક મેકર્સે આખરે દેખાડી દીધી છે.
અનુપમાના નવા પ્રોમોમાં ગૌરવ ખન્ના ઉર્ફે અનુજ કપાડિયા વોર્ડરોબમાંથી સૂટ સિલેક્ટ કરતો, શર્ટના કફ સરખા કરતો, કપમાં કોફી પીતો, બાલ્કનીમાં ‘મી ટાઈમ’ માણતો, પેપર વાંચતો અને બાદમાં ઘર બહાર નીકળતો જાેવા મળી રહ્યો છે. વીડિયો પરથી અનુજ કપાડિયા તરીકે ગૌરવ ખન્નાની ધાંસૂ એન્ટ્રી થવાની છે તેમ ચોક્કસથી કહી શકાય. રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે. જેમાં તે કોઈ પુરુષ સાથે હેન્ડશેક કરી રહી છે અને તે પુરુષ બીજાે કોઈ નહીં પરંતુ ‘અનુજ કપાડિયા’ છે. તસવીરમાં તેનો ચહેરો દેખાઈ રહ્યો નથી.
આ સાથે એક્ટ્રેસે લખ્યું છે ‘તે આવી રહ્યો છે’. સીરિયલના અપકમિંગ ટ્રેકની વાત કરીએ તો, અનુપમાને લેવા માટે દેવિકા ઘરે આવે છે અને રિયુનિચન વિશે જણાવે છે. તેને જાેઈને વનરાજ કહે છે કે, ‘તું જ્યારે અહીંયા આવે છે ત્યારે તારે અનુપમાને કોઈને કોઈ જગ્યાએ લઈ જવી હોય છે’. કાવ્યા કહે છે ‘તેમાં તને શું ફરક પડે છે?’ તો વનરાજ કહે છે ‘મને કોઈ ફરક નથી પડતો’. બાદમાં કિંજલ અનુપમાને તૈયાર કરે છે.
શાહ પરિવારના સભ્યોને લાગે છે કે, અનુપમા અને તેના મિત્રોની રિયુનિયન પાર્ટીમાં તો કંઈ ખાસ હશે નહીં. ત્યાં જઈને લોકો ચા અને થેપલા ખાશે. પરંતુ તેમને એ ખબર નથી કે રિયુનિયન પાર્ટીમાં એવા વ્યક્તિ સાથે અનુપમાની મુલાકાત થવાની છે, જેને મળવા માટે દરેક આતુર છે. અનુપમાના જીવનમાં ફરીથી અનુજ કપાડિયાની એન્ટ્રીથી શું થશે? શું અનુપમા ફરીથી એક હેપ્પી લાઈફ જીવી શકશે? અનુપમાને અમીર અનુજ કપાડિયા સાથે જાેઈને વનરાજ-કાવ્યાના હાલ કેવા થશે? આ તમામ સવાલના જવાબ આગામી સમયમાં જ મળશે.SSS