અનુપમાના જીવનમાં હવે થશે નવા પુરુષની એન્ટ્રી

મુંબઈ: ટીવી સીરિયલ અનુપમામાં ટૂંક સમયમાં નવા પાત્રની એન્ટ્રી થવાની છે. કોઈ બોલિવુડ એક્ટર ટીમને જાેઈને કરશે તેવી શક્યતા છે. નવા પાત્રની એન્ટ્રીથી શોમાં ટિ્વસ્ટ પણ જાેવા મળશે. સવાલ એ છે કે શું તે અનુપમાના લવ ઈન્સ્ટ્રસ્ટનો રોલ પ્લે કરશે? તો તે અંગે હજી સુધી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.
નવું પાત્ર અનુપમાના બાળપણનો મિત્ર હશે. હજી સુધી કોઈ એક્ટરને ફાઈનલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે બોલિવુડ અથવા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો કોઈ જાણીતો એક્ટર હોઈ શકે છે. મેકર્સ તે શક્યતા પર પણ કામ કરી રહ્યા છે. એક્ટર અનુપમાના મિત્રનો રોલ કરશે અને શરૂઆતમાં તો કોઈ જ લવ એન્ગલ નહીં બતાવાય. પાત્રની એન્ટ્રી જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં થઈ શકે છે.
અનુપમાના મિત્રના રોલ માટે રામ કપૂર અને રોનિત રોયના નામની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા અપૂર્વ અગ્નિહોત્રીની શોમાં એન્ટ્રી થઈ હતી. તેણે ડોક્ટરનું પાત્ર ભજવ્યું હતું, તેણે કેન્સરનું નિદાન થયા બાદ અનુપમા (રૂપાલી ગાંગુલી)ની સારવાર કરી હતી.
અનુપમા સીરિયલ ટીઆરપી ચાર્ટમાં ટોપ પર છે અને દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે મેકર્સ શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.
હાલમાં શોમાં જાેયું કે, વનરાજે (સુધાંશુ પાંડે) કાવ્યા (મદાલસા શર્મા) સાથે લગ્ન કર્યા છે અનુપમાને ડિવોર્સ આપ્યા છે.
હાલના ટ્રેકની વાત કરીએ તો, શોમાં સમરની સરપ્રાઈઝ બર્થ ડે પાર્ટી ચાલી રહી છે જ્યાં કાવ્યાને લાગે છે કે સૌ કોઈ તેને અવગણી રહ્યું છે. આ વાતનો ગુસ્સો તે વનરાજ પર કાઢે છે.
અપકમિંગ ટ્રેકમાં, કાવ્યા પર પોતાની ભૂલના કારણે જાેબ ગુમાવી બેસશે તો બીજી તરફ વનરાજ જે કેફેમાં નોકરી કરે છે તેને પણ બંધ કરવાનો વારો આવ્યો છે. જ્યારે અનુપમાની ડાન્સ એકેડેમીનું કામ પૂરું થઈ ગયું છે. આમ નોકરી ન હોવાથી કાવ્યા ગૃહિણી બનશે તો અનુપમા વર્કિંગ વુમન. કાવ્યા બેરોજગાર થશે અને અનુપમા આવનારા દિવસોમાં વધુને વધુ જવાબદારીઓ સંભાળતી જાેવા મળશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.