અનુપમાની કિંજલે સેટ પર આવેલા નાના બાળકને રમાડ્યો

મુંબઇ, ભાગ્યે જ એવું ઘર હશે જ્યાં અનુપમા સીરિયલ નહીં જાેવાતી હોય. રાજન શાહીના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી આ સીરિયલે દર્શકોના દિલમાં સ્થાન જમાવી લીધું છે. ખાસ કરીને મહિલાઓને તે વધારે પસંદ આવી રહી છે.
રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર સીરિયલમાં રોજ નવા ટિ્વન્સ એન્ડ ટર્ન્સ જાેવા મળી રહ્યા છે.એક તરફ બાપુજી, સમર, માલવિકા અને મામાજી અનુપમા તેમજ અનુજના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી તરફ કિંજલ મા બનવાની છે.
કિંજલ પ્રેગ્નેન્ટ હોવાથી અનુપમા તેની સંભાળ રાખવાની સાથે-સાથે ડાન્સ એકેડેમી પણ સંભાળી રહી છે. સીરિયલમાં કિંજલનુ પાત્ર નિધિ શાહ ભજવી રહી છે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નિધિ શાહે એક ક્યૂટ બાળક સાથેની તસવીરો શેર કરી છે. જેના પર કોમેન્ટ કરતાં ‘દિયર’ પારસ કલનાવતે મજાક પણ કરી છે.
નિધિ શાહે સીરિયલ અનુપમાના સેટ પરથી નાના બાળક સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. બાળક પણ એક્ટ્રેસેને મળીને ખુશ-ખુશ થઈ ગયો હતો. તો નિધિને પણ તે બાળકને રમાડવાની મજા આવી હતી.
તસવીરોમાં એક્ટ્રેસ સુંદર આઉટફિટમાં જાેવા મળી રહી છે, જેમાં તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાય છે. આ બાળક કોણ છે તે અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. તસવીરોની સાથે લખ્યું છે ‘બાળકોની આસપાસ સૌથી વધારે ખુશી મળે છે’. તેણે આ સાથે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે.
સમરનું પાત્ર ભજવી રહેલા પારસ કલનાવતે મજાક કરતાં કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે ‘અરે નવ મહિના પહેલા જ કિંજલ ભાભીને. એક્સપ્રેસ ડિલિવરી ઓપ્શન સિલેક્ટ કર્યું હતું કે શું?’, તો નિધિ શાહે પણ સામે જવાબ આપતા લખ્યું હતું ‘હા, FedEx થી’. ‘વનરાજ શાહ’ સુધાંશુ પાંડેએ કોમેન્ટ કરતાં લખ્યું છે ‘કેટલો ક્યૂટ છે’.
આ સિવાય ફેન્સે પણ કોમેન્ટ્સ કરી છે. એકે લખ્યું છે ‘કિંજુ બેબીનું બેબી’, એક યૂઝરે પૂછ્યું છે ‘આ કોનું બાળક છે?’. સીરિયલની વાત કરીએ તો, અનુપમાની બાએ અનુજને જમાઈ તરીકે સ્વીકારી લીધો છે.
અનુપમા અને અનુજે ગોળધાણા ખાઈ લીધા છે. અનુજ હવે અનુપમા સાથે જલ્દીથી લગ્ન કરી લેવા તત્પર છે. તે લગ્નને યાદગાર બનાવવા માગે છે. જાે કે, બાએ તેમના લગ્નમાં કોઈ વિઘ્ન આપશે તેવો શ્રાપ આપ્યો છે.SSS