અનુપમાની ક્રિએટિવ ડાયરેક્ટરના પ્રેમમાં છે રુષાદ

મુંબઈ, ટેલિવિઝનના પોપ્યુલર શો ‘Anupama’માં કાવ્યાના પૂર્વ પતિ અનિરુદ્ધના રોલમાં જાેવા મળેલા એક્ટર રુષાદ રાણાને ફરી પ્રેમ થઈ ગયો છે. ડિવોર્સના વર્ષો પછી રુષાદના જીવનમાં ફરી પ્રેમના અંકુર ફૂટતાં તે ખૂબ ખુશ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ‘અનુપમા’ શો સાથે જ સંકળાયેલી વ્યક્તિના પ્રેમમાં રુષાદ છે. સીરિયલની ક્રિએટિવ ડાયરેક્ટર કેતકી વાલાવલકર સાથે રુષાદ રિલેશનશીપમાં છે.
રુષાદ અને કેતકીની મુલાકાત ‘અનુપમા’ના સેટ પર ઓગસ્ટ ૨૦૨૦માં થઈ હતી. જાેકે, બંનેનો પ્રેમ સેટ પર નથી પાંગર્યો. કેતકી અને રુષાદનો સેટ પર સંબંધ એકદમ પ્રોફેશનલ હતો બાદમાં બંને એક ડેટિંગ એપ થકી મળ્યા અને પ્રેમમાં પડ્યા. રુષાદે આપેલા ઈન્ટરવ્યૂમાં કેતકી અંગે ખૂબ ગંભીર હોવાનું જણાવ્યું છે. ૨૦૧૩માં મારા ડિવોર્સ થયા પછી ઘણાં વર્ષો સુધી મને જીવનસાથીની જરૂર ના લાગી.
ઉપરાંત હું રિલેશનશીપથી પણ ગભરાતો હતો. પરંતુ ગત વર્ષે મેં મારા પેરેન્ટ્સને જણાવ્યું કે, હું રિલેશનશીપ માટે તૈયાર છું. ‘અનુપમા’ના સેટ પર કેતકી સાથે મુલાકાત થઈ ત્યારે તે મને ખૂબ પ્રેમાળ વ્યક્તિ લાગી પરંતુ હું કામને કામના સ્થાને જ રાખવા માગતો હતો એટલે મેં ક્યારેય તેને ડેટ પર લઈ જવાનું ના વિચાર્યું.
થોડા મહિના બાદ હું એક ડેટિંગ એપ પર જાેડાયા જ્યાં મને કેતકીની પણ પ્રોફાઈલ દેખાઈ અને બસ ત્યાંથી જ શરૂઆત થઈ”, તેમ રુષાદે ઉમેર્યું. વાત આગળ વધારતાં રુષાદે કહ્યું, “કેતકી અદ્ભૂત વ્યક્તિ છે. મેં સંબંધમાં હંમેશા શાંતિ શોધી છે અને અમારી રિલેશનશીપમાં તે છે.
અમે એકબીજા માટે ગંભીર છીએ. હું કેતકીના પરિવારને મળ્યો છું અને તે પણ મારા માતાપિતાને મળવા આવી હતી. મારા મમ્મી-પપ્પાને કેતકી ખૂબ પસંદ છે. જીવનને જાેવાનો અમારો દ્રષ્ટિકોણ પણ સમાન છે. હું અગાઉ મારા સંબંધ વિશે વાત નહોતો કરવા માગતો પણ હવે મને લાગે છે કે આ યોગ્ય સમય છે.
રુષાદ સાથેના સંબંધથી કેતકી પણ ખૂબ ખુશ છે. તેણે આ વિશે વાત કરતાં કહ્યું, “હું અને રુષાદ સમાન મૂલ્યો ધરાવીએ છીએ. ઉપરાંત અમે બંને એક જ પ્રોફેશનમાં છીએ ત્યારે તે મારા કામના કલાકો અને તેની માગને સમજે છે. અમે બંને એકબીજા પ્રત્યે ખૂબ ગંભીર છીએ.”
‘અનુપમા’ના સેટ પર જ કેતકી અને રુષાદની પહેલી મુલાકાત થઈ હતી ત્યારે કેતકીને પૂછવામાં આવ્યું કે શું નજીકના ભવિષ્યમાં શોમાં ફરી રુષાદ જાેવા મળશે? જવાબ આપતાં તેણે કહ્યું, “આ વાતનો આધાર શોના રાઈટર અને બાકીની ટીમ પર આધાર રાખે છે. હું મારા વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવનને ભેગા નથી કરતી.SSS