Western Times News

Gujarati News

અનુપમાને અનુજ સાથે પરણવાનું કહેશે બાપુજી

મુંબઈ, ટીવી સીરિયલ અનુપમામાં હાલ દશેરાની ઉજવણી ચાલી રહી છે. શાહ પરિવાર અને તેમના પાડોશીઓએ મળીને રાવણ દહન અને ડાંડિયાનું આયોજન કર્યું છે. અનુજ, સમર અને નંદિનીને રોહનથી બચાવા માટે ડાંડિયાના પ્રોગ્રામમાં સામેલ થાય છે.

અનુજ રોહન નામનું પ્રકરણ કાયમ માટે સમર-નંદિનીના જીવનમાંથી કાઢી નાખે છે. આ માટે શાહ પરિવાર તેનો આભાર માને છે પણ છેલ્લે બા અપમાન કરીને અનુજને ત્યાંથી જતો રહેવાનું કહે છે. ત્યારે અનુપમા અનુજનો આભાર માને છે અને તેને પોતાની સાથે ડાંડિયા રમવાનું કહે છે.

અનુપમા અને અનુજ ફરીથી ડાંડિયાના સ્થળે સાથે આવતાં બા અને વનરાજ ચોંકી જાય છે. જ્યારે દેવિકા, કિંજલ અને બાકીનો પરિવાર અનુજને પાછો આવેલો જાેઈને ખુશ થાય છે. બા શરૂઆતથી જ અનુપમા અને અનુજની મિત્રતાની વિરુદ્ધ રહ્યા છે ત્યારે અનુપમાનું આ બદલાયેલું રૂપ જાેઈને તેઓ ચોંકી જાય છે. આગામી એપિસોડમાં જાેશે કે અનુજ અને અનુપમા પોતાની મસ્તીમાં જ ડાંડિયા રમે છે અને સ્પર્ધા જીતી જાય છે. પરંતુ આ જાેઈને વનરાજ અને બા ધૂંઆપૂંઆ થઈ જાય છે. એટલું જ નહીં અનુજ-અનુપમાની નિકટતા જાેઈને પાડોશીઓના નાકના ટેરવાં ચડી જાય છે.

આ બધું જાેઈને બા ગુસ્સા પર કાબૂ ગુમાવશે અને અનુજનું ફરી એકવાર અપમાન કરશે. પરંતુ આ વખતે અનુપમા બધાની સામે જ અનુજનો સાથ આપશે. સાથે જ કહેશે કે, લોકોના ખોટા દ્રષ્ટિકોણના રાવણનું આજે દહન કરીશું. અનુપમા અને અનુજ સાથે મળીને રાવણ દહન કરશે, આ જાેઈને બા અને વનરાજ સમસમી જશે. આગામી એપિસોડમાં બા અને અનુપમા વચ્ચે ટક્કર થતી જાેવા મળશે.

બા અનુજ અને અનુપમાની મિત્રતાને હંમેશાથી ખોટી દ્રષ્ટિએ જાેતાં આવ્યા છે પરંતુ બાપુજીએ હંમેશા પોતાની ‘દીકરી’નો સાથ આપ્યો છે. આ વખતે પણ બાપુજી અનુપમાનો પક્ષ લેશે.

એટલું જ નહીં અનુપમાને એવી સલાહ આપશે જે સાંભળીને તે ચોંકી જશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બાપુજી અનુપમાને કહેશે કે તે જીવનમાં એકવાર પોતાના દિલની વાત સાંભળે. આ સાથે જ બાપુજી અનુપમાને સલાહ આપશે કે તેણે અનુજ સાથે લગ્ન કરી લેવા જાેઈએ કારણકે તે ખૂબ સારો વ્યક્તિ છે. ત્યારે અનુપમા કહેશે કે, અનુજ ફક્ત તેનો મિત્ર છે, જે મુશ્કેલ સમયમાં તેની પડખે ઊભો રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.