અનુપમામાં અમે એક પરિવાર છીએ: શોના પ્રોડ્યુસરનો દાવો
શોના કલાકારોએ કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ શોના પ્રોડ્યુસર શાહીએ આડકતરી રીતે પોતાની વાત મૂકી છે
મુંબઈ: અનુપમા હાલ ભારતીય ટેલિવિઝનની સૌથી પોપ્યુલર સીરિયલ પૈકીની એક છે. યૂનિક સ્ટોરીલાઈન અને પ્લોટ દ્વારા આ સીરિયલોએ દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે અને તેના પાત્રો પણ ઘરે ઘરે જાણીતા બની ગયા છે. શોના મેકર્સ પણ દર્શકોને જકડી રાખવા માટે શોમાં નવા-નવા ટિ્વસ્ટ લાવતા રહે છે. સીરિયલના આગામી એપિસોડમાં તો હાઈવોલ્ટેજ ડ્રામા જાેવા મળશે. શોમાં બાપુજીએ ઘરના ભાગલા પાડી દીધા છે ત્યારે રિયલ લાઈફમાં પણ શોની ટીમના બે ભાગ થઈ ગયા હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ‘અનુપમા’ના લીડ એક્ટર્સ સુધાંશુ પાંડે (વનરાજ) અને રૂપાલી ગાંગુલી (અનુપમા) વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પર ભરોસો કરીએ તો શોની ટીમના બે ફાંટા થઈ ગયા છે. જેમાંથી એક ટીમમાં સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, પારસ કલનાવત અને અનઘા ભોંસલે છે. જ્યારે બીજા ગ્રુપમાં રૂપાલી ગાંગુલી, અલ્પના બુચ, આશિષ મહેરોત્રા અને મુસ્કાન બામણે છે. આવા અહેવાલો મીડિયામાં વહેતા થયા બાદ શોના કલાકારોએ તો કોઈ પ્રતિક્રિયા નથી
આપી પરંતુ શોના પ્રોડ્યુસર રાજન શાહીએ આડકતરી રીતે પોતાની વાત મૂકી છે. થોડા કલાકો પહેલા જ રાજન શાહીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘અનુપમા’ની આખી ટીમ સાથે તસવીર શેર કરી છે. જેમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અલ્પના બુચ, પારસ કલનાવત, અરવિંદ વૈદ્ય, અનઘા ભોંસલે, તસનીમ શેખ, નિધિ શાહ સહિત શોની ટીમ અને ક્રૂ મેમ્બર્સ જાેવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતાં રાજન શાહીએ લખ્યું, ‘અનુપમા એક પરિવાર,
થૂ..થૂ..થૂ.’ આ પરથી તો એવું જ લાગે છે કે રાજન શાહી મીડિયામાં ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવા કહી રહ્યા છે કે, ‘અનુપમા’ની ટીમ વચ્ચે કોઈ મતભેદો નથી ચાલી રહ્યા. જાેકે, શોના એક્ટર્સની સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર નાખશો તો એવું લાગશે કે ટીમના ભાગલા પડી ગયા છે. રૂપાલી ગાંગુલી છેલ્લા થોડા દિવસથી પોતાની મોટાભાગની પોસ્ટ મુસ્કાન, અલ્પના બુચ અને આશિષ મહેરોત્રા સાથે મૂકે છે. આજે જ રૂપાલીએ શોની ગર્લગેંગ સાથેની તસવીર શેર કરતાં લખ્યું, “થોડું ઓછું વિચારો અને વધુ જીવો. ગુડ મોર્નિંગ. બે દિવસ પહેલા જ રૂપાલીએ અલ્પના બુચ સાથે હિંચકામાં બેઠેલો વિડીયો શેર કર્યો હતો.