અનુપમામાં ટૂંક સમયમાં નવા પાત્રની એન્ટ્રી થવાની છે
મુંબઈ: પરદેસ ફેમ એક્ટર અપૂર્વ અગ્નિહોત્રી, જે છેલ્લે સીરિયલ બેપનાહમાં જાેવા મળ્યો હતો તેની એન્ટ્રી અનુપમા’માં થવાની છે. અપૂર્વએ વાપી (સિલવાસા)માં તેના સીક્વન્સનું શૂટિંગ શરુ કરી દીધું છે, જ્યાં હાલ મહારાષ્ટ્ર સરકારે કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને લાગુ કરેલા કર્ફ્યૂને લઈને સીરિયલનું શૂટિંગ થઈ રહ્યું છે. અપૂર્વ, સીરિયલમાં લીડ રોલ પ્લે કરી રહેલી રુપાલી ગાંગુલીની ઓપોઝિટમાં નહીં જાેવા મળે. તેનો અલગ ટ્રેક હશે જે સ્ટોરીને આગળ વધારવા માટે મહત્વનો હશે.
અપૂર્વના પાત્રમાં ઘણા લેયર્સ જાેવા મળશે. જેની સાથે સીરિયલમાં ટિ્વસ્ટ અને ટર્ન્સ આવશે. વાતચીત કરતાં અપૂર્વએ કહ્યું કે, હા મારું પાત્ર અનુપમા અને શાહ પરિવારના જીવનમાં રસપ્રદ ટિ્વસ્ટ અને ટર્ન્સ લાવશે. મેં આ રોલ એટલા માટે સ્વીકાર્યો કારણ કે તે અલગ છે. મારા પાત્રમાં ઘણા બધા લેયર્સ છે. પાત્રની પર્સનાલિટીમાં તેવા શેડ્સ છે જેનાથી શોને પ્રોગ્રેસ મળશે. આ શોથી હું ત્રણ વર્ષના સમયગાળા બાદ ટીવી પર પાછો આવી રહ્યો છું.
અનુપમાની ઓફર મને મળી તો તેને નકારવાનું ઉચિત લાગ્યું નહી, કારણ કે રાજન શાહી ઈન્ડસ્ટ્રીના ટોપ પ્રોડ્યૂસરમાંથી એક છે. તેથી ના કહેવાનું તો કોઈ કારણ જ નહોતું. શોમાં હાલ, અનુપમા સાથેનો ડિવોર્સનો ભાર સહન ન થતાં વનરાજ શાહ ઘર છોડીને જતો રહે છે. આપને જણાવી દઈએ કે, વનરાજનું પાત્ર સુધાંશુ પાંડે ભજવી રહ્યો છે.
વનરાજ એક પત્ર લખીને ઘર છોડીને જતો રહ્યો છે. તેણે પત્રમાં લખ્યું છે કે, ‘હું ડિવોર્સનું દબાણ વધારે સહન કરી શકું તેમ નથી. તેથી, હું ઘર છોડીને જઈ રહ્યો છું’. વનરાજનો પત્ર વાંચીને અનુપમા ભાંગી પડે છે અને કહે છે કે, ‘જ્યારે સંબંધો નિભાવી રહી હતી ત્યારે પણ એકલી જ હતી અને જ્યારે સંબંધો ખતમ કરી રહી છું ત્યારે પણ એકલી છું. દરેક લડાઈ હું જ કેમ એકલી લડું?.