અનુપમામાં વનરાજના પગલે દીકરો પારિતોષ ચાલશે?
મુંબઈ: રાજન શાહીની પોપ્યુલર સીરિયલ ‘અનુપમા’માં હાલ ખૂબ ડ્રામા ચાલી રહ્યો છે. એક તરફ પાખી પોતાની મમ્મી અનુપમાથી નારાજ છે અને ‘બેસ્ટી’ એટલે કે કાવ્યા સાથે સ્કૂલની ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવાની છે. કાવ્યા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાના ચક્કરમાં પાખી પર ધ્યાન નથી આપતી અને જેના કારણે કોમ્પિટિશનમોટી ગરબડ થશે. જાેકે, અનુપમા પોતાની દીકરીનું ખરાબ નહીં દેખાવા દે અને બધું ઠીક કરી દેશે.
આ જાેઈને પાખી પણ સમજી જશે કે તેની મમ્મીની સ્થાન કોઈ ના લઈ શકે અને અનુપમા સાથેના સંબંધો સુધરી જશે. અનુપમા અને પાખી વચ્ચે સંબંધો ફરી સુમેળભર્યા થતાં થોડા દિવસ સુધી શાહ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે પરંતુ શોના મેકર્સ આગળ જબરદસ્ત ટિ્વસ્ટનું પ્લાનિંગ કરી રાખ્યું છે. આ ટિ્વસ્ટ અનુપમાના દીકરા પારિતોષ ઉર્ફે તોષુ અને પુત્રવધૂ કિંજલ સાથે જાેડાયેલો છે. છેલ્લા કેટલાક એપિસોડથી તમે જાેઈ રહ્યા હશો કે પારિતોષનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. ઘરમાં રોજ થતી ખટપટથી તે કંટાળો ગયો છે. બીજી તરફ સાસુ રાખી દવેની ઉશ્કેરણી બાદ તે સતત પત્ની કિંજલને અલગ રહેવા જવાનું દબાણ કરી રહ્યો છે. રાખી દવે ઈચ્છે છે
તેમની દીકરી કિંજલ અને પારિતોષ પેન્ટહાઉસમાં અલગ રહેવા જતા રહે. ઘરના માહોલથી કંટાળેલો પારિતોષ પણ પેન્ટહાઉસમાં જવા તત્પર છે પરંતુ કિંજલ પરિવારને છોડીને જવા તૈયાર નથી. અનુપમાના આગામી એપિસોડમાં તમે જાેશો કે પારિતોષ રોજ ઓફિસથી ઘરે મોડો આવવા લાગશે અને કામનું બહાનું કાઢીને કિંજલથી વાતો પણ છુપાવશે. રોજેરોજ પારિતોષના બદલાતા વર્તનને કારણે કિંજલ પરેશાન થઈ જશે.
શોની કહાણીમાં મોટો ટિ્વસ્ટ તો ત્યારે આવશે જ્યારે કિંજલને પારિતોષના અફેરની ગંધ આવશે. જાેતજાેતામાં આખો પરિવાર જાણી જશે કે પારિતોષનું અન્ય યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે અને ત્યારબાદ ખૂબ હંગામો થશે. જી હા, વનરાજની જેમ શોમાં પારિતોષનું પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર જાેવા મળશે. પારિતોષ પોતાના પિતાના કદમ પર ચાલતો જાેવા મળશે. દેખીતી રીતે જ અનુપમા અને શાહ પરિવારને પારિતોષનું આ નવું રૂપ જાેઈને ઝટકો લાગશે. સાથે જ કિંજલ પર દુઃખોનો પહાડ તૂટી પડશે. હવે જાેવાનું એ રહેશે કે કિંજલ પોતાના લગ્નજીવનને બચાવી શકે છે?