અનુપમા TRP ચાર્ટમાં ફરીવાર ટોપ ઉપર રહી
મુંબઈ: ટીઆરપી લિસ્ટ આવી ગયું છે. જે મુજબ રુપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સીરિયલ અનુપમા ચાર્ટમાં ફરીથી ટોપ પર છે. ટેલિવિઝન પર સીરિયલ ઓન-એર થઈ ત્યારથી દર્શકોના દિલ જીતી રહી છે. સ્ટોરીમાં હાલ મોટો ટિ્વસ્ટ પણ આવ્યો છે. તેથી શો હજુ લાંબા સમય સુધી ટોપ પોઝિશન જાળવી રાખશે તેવી શક્યતા જોવાઈ રહી છે. અનુપમા બાદ દર્શકોની સૌથી પ્રિય સીરિયલ કુંડલી ભાગ્ય છે. જે ટીઆરપી લિસ્ટમાં બીજા નંબર પર છે.
ટિ્વસ્ટ અને ટર્ન્સ સાછે કરણ (ધીરજ ધૂપર) અને પ્રીતા (શ્રદ્ધા આર્યા) દર્શકોનો રસ જાળવી રાખવામાં સફળ રહી છે. કુમકુમ ભાગ્ય પણ ટીઆરપીની રેસમાં પાછી ફરી છે. ગયા અઠવાડિયે ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર બીજા સ્થાને હતો, જો કે કુમકુમ ભાગ્યએ તેનું સ્થાન પચાવી પાડ્યું છે. અભિ અને પ્રજ્ઞાના રિ-યુનિયનની સાથે રણબીર અને પ્રાચીની યંગ લવ સ્ટોરીમાં દર્શકોને મજા આવી રહી છે. આ વખતે ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર ચોથા સ્થાન પર છે.
ડાન્સ પર્ફોર્મન્સ અને જજના કારણે ટોપ ૫માં આ એકમાત્ર રિયાલિટી શો છે. દર વખતે કંઈકને કંઈક કારણથી ચર્ચામાં રહેતો શો બિગ બોસ આ વખતે હજુ પણ ટોપ ૫માં જગ્યા બનાવી શક્યો નથી. ટોપ ૫માં પાંચમા સ્થાને આ વખતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. લાંબા સમય બાદ શો ટોપ ૫માં પાછા ફરવામાં સફળ રહ્યો છે. આ સીરિયલ આમ તો સારૂં પર્ફોર્મ કરી રહી છે,
પરંતુ ઘણીવાર ટીઆરપી ચાર્ટમાંથી બહાર ફેંકાઈ જાય છે. પરંતુ હવે લાગે છે કે, શોના દર્શકો તેને ફરીથી પસંદ કરી રહ્યા છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી અનુપમાએ ટોપ પોઝિશન પર પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે. સીરિયલમાં હાલ જે ટિ્વસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે તે દર્શકોને ગમી રહ્યા છે. સીરિયલના હાલના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, વનરાજ અને કાવ્યા વચ્ચે સંબંધો હોવાની જાણ અનુપમા, સમર, કિંજલ, નંદિની, સંજયભાઈને થઈ ગઈ છે. અનુપમા પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે, હાલ તે બાળકોને ઓનલાઈન ક્લાસિકલ ડાન્સ શીખવી રહી છે. જે વનરાજને જરાય પસંદ નથી.