Western Times News

Gujarati News

અનુપમા ટીવી પર સૌથી વધારે જોવાતી સિરિયલ બની

મુંબઈ: ટેલિવિઝનના નાના પડદા પર અત્યારે સીરિયલોની હારમાળ જોવા મળી રહી છે. પરંતુ તેમાથી થોડી જ સીરિયલોને માત્ર દર્શકો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના આર્ટિસ્ટ તરફથી પણ પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. રુપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટાટર સીરિયલ અનુપમા પણ આમાંથી એક છે. લોકડાઉન બાદ સીરિયલનો પહેલો એપિસોડ લોન્ચ થયો ત્યારથી જ તેને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. દર્શકોને આ સીરિયલ એટલી ગમી ગઈ છે કે લેટેસ્ટ ટીઆરપી ચાર્ટમાં તે ટોપ પર છે.

રુપાલી ગાંગુલીનું પર્ફોર્મન્સ દર્શકોને સ્ક્રીન સામેથી ખસવા દેતું નથી
આ સાથે જ તે ટેલિવિઝન પર સૌથી વધારે જોવાતો શો બની ગયો છે. સીરિયલની સ્ટોરીલાઈન અને અનુપમાના રોલમાં પૂરી રીતે ઢળી ગયેલી રુપાલી ગાંગુલીનું પર્ફોર્મન્સ દર્શકોને સ્ક્રીન સામેથી ખસવા દેતું નથી. તેથી જ શો અને એક્ટ્રેસના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. ટિ્‌વટર પર પણ સીરિયલ અનુપમા અને રુપાલી ગાંગુલી પર લોકો પ્રેમ વરસાવતા રહે છે.

દેવોલીનાએ લખ્યું છે કે, ‘હું મારી જાતને વધારે રોકી શકી નહીં. અનુપમા પ્રેમ છે.
પરંતુ હવે ટીવી ઈન્ડસ્ટ્રીની એક એક્ટ્રેસ પણ રુપાલીની ફેન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સાથ નિભાના સાથિયાની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીએ રાજન શાહીના શો તેમજ રુપાલી ગાંગુલી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. દેવોલીનાએ લખ્યું છે કે, ‘હું મારી જાતને વધારે રોકી શકી નહીં. અનુપમા પ્રેમ છે. દરેક બાબત બ્રિલિયન્ટ અને પર્ફેક્ટ છે.

ટીવી પર શોને ચલાવવા માટે સારું કન્ટેન્ટ, ટીમ સ્પિરિટ, મનોરંજન, હાર્ડ વર્ક, ડેડિકેશન અને સારા કેરેક્ટરની જરૂર પડે છે.
તેણે જાદુ પાથરી દીધો છે અને ઈતિહાસ પણ રચશે તેવી ખાતરી છે. સીરિયલની સફળતા વિશે વાત કરતાં અગાઉ રુપાલી ગાંગુલી ઉર્ફે અનુપમાએ કહ્યું હતું કે, ટીવી પર શોને ચલાવવા માટે સારું કન્ટેન્ટ, ટીમ સ્પિરિટ, મનોરંજન, હાર્ડ વર્ક, ડેડિકેશન અને સારા કેરેક્ટરની જરૂર પડે છે. અમે સીરિયલ માટે ઘણી મહેનત કરી રહ્યા છે અને દર્શકોને તે પસંદ આવી રહી છે તેની અમને ખુશી છે. દર્શકો તરફથી મળેલી પ્રતિક્રિયા જોઈને મને આનંદ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.