અનુપમા ફેમ અનઘાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી લીધો બ્રેક
મુંબઈ, એક્ટ્રેસ અનઘા ભોસલે, જે છેલ્લે અનુપમામાં જાેવા મળી હતી, તેણે શોબિઝમાંથી બ્રેક લેવાનો ર્નિણય લીધો છે. તે તેના વતન પુણે પરત ફરી છે, જ્યાં થોડા સમય સુધી રહેવાનું તેનું પ્લાનિંગ છે.
પુણે પરત ફરવાનું કારણ જણાવતા અનઘા ભોસલેએ કહ્યું હતું કે, હું દિલથી ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છું અને હું વિવિધ આધ્યાત્મિક પ્રવૃતિઓમાં પણ સક્રિયપણે ભાગ લઉ છું. ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા બાદ, મને સમજાયું હતું કે ઈન્ડસ્ટ્રી મારી અપેક્ષાથી વિપરીત છે. ત્યાં પોલિટિક્સ છે, બિનરોગ્યપ્રદ સ્પર્ધા છે, હંમેશા સારા દેખાવાની રેસ છે અને સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવાનું દબાણ પણ.
જાે તમે તેમ નહીં કરો તો, તમે પાછળ રહી જશો. આ વસ્તુઓ મારી વિચાર પ્રક્રિયા સાથે જાેડાઈ નહીં’. અનુપમામાં નંદિનીનું પાત્ર ભજવ્યા બાદ અનઘા ભોસલે, જે સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ હતી, તેણે કહ્યું હતું કે ‘હું સોશિયલ મીડિયા હેન્ડલ અપડેટ કેમ નથી કરતી તે અંગે ઘણીવાર દર્શકો મને મેસેજ કરતા રહે છે, પરંતુ હવે મને તે મહત્વનું લાગતું નથી.
શોમાં મારા પાત્રને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો અને પાસર કલનાવત (સમર) સાથેની મારી કેમેસ્ટ્રીને પસંદ કરી તે માટે હું આભારી છું. મને ખુશી છે કે હું સારા દેખાવા અને આ પાગલ રેસના ભાગ બનવાના સતત દબાણથી દૂર છું, જે મને ક્યાંય લઈ જવાની નથી.
પરંતુ દિવસના અંગે મને સમજાયું હતું કે આ બધાથી દૂર થવું જ મહત્વપૂર્ણ છે. પુણે સ્થિત મારા ઘરે હું વધારે ખુશ છું. હું મારી આધ્યાત્મિક જર્ની પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભગવાન કૃષ્ણના ઉપદેશોને અનુસરવા માગુ છું’.
આગળના પ્લાન વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘હું ઈન્ડસ્ટ્રીના બેવડા ધોરણો સાથે પોતાને સાંકળી શકી નથી. ઈન્ડસ્ટ્રી દંભથી ભરેલી છે. હું મારી ધાર્મિક માન્યતાઓને અનુસરવા અને જીવનમાં શાંતિ તેમજ સંતોષની ભાવના પ્રાપ્ત કરવા માગુ છું’અનઘા ભોસલેએ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો છે. જાે કે, સંપૂર્ણરીતે અલવિદા કહ્યું નથી. તેણે કહ્યું હતું કે, ‘પ્રોડ્યૂસર રાજન શાહીએ મને અદ્દભુત તક આપી હતી.
જાે, શોમાં ટૂંક સમય માટે મારી જરૂર પડશે, તો હું પરત આવીશ. મારી પાસે બીજા શોની પણ ઓફર હતી, જે મને જતી કરી હતી. મેં ઈન્ડસ્ટ્રી છોડવાની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ મને લાગે છે કે મારે એક્ટિંગ છોડી દેવી જાેઈએ’.SSS