અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીને પિતા યાદ આવ્યા
મુંબઈ: કોઈપણ વ્યક્તિ માટે પોતાના મા-બાપ ગુમાવાથી મોટું દુઃખ બીજું કશું નથી હોતું. અનુપમા સીરિયલની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પણ પોતાના સ્વર્ગસ્થ પિતાને ખૂબ મિસ કરી રહી છે. રૂપાલીના પિતા અનિલ ગાંગુલી જાણીતા ડાયરેક્ટર અને સ્ક્રીનરાઈટર હતા. જાન્યુઆરી ૨૦૧૬માં અનિલ ગાંગુલીનું ૮૨ વર્ષની વયે માંદગીના કારણે અવસાન થયું હતું.
ત્યારે આજે રૂપાલી પિતાને ખૂબ યાદ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રૂપાલી ગાંગુલીએ પિતાના ફોટો સાથેની પોતાની તસવીરો શેર કરીને તેમને યાદ કર્યા છે. એક તસવીરમાં રૂપાલીની સાથે તેનો દીકરો પણ જાેવા મળી રહ્યો છે. રૂપાલીએ આ તસવીરો શેર કરતાં લખ્યું, એક એન્જલ મારું ધ્યાન રાખી રહ્યા છે. હું તેમને પપ્પા કહું છું. પપ્પા હું તમને જણાવા માગુ છું કે અમે જ્યાં પણ જઈએ ત્યાં તમે અમારું ધ્યાન રાખો છો તેની અનુભૂતિ મને થાય છે.
તમે હંમેશા મારું રક્ષણ કરો છો અને મને માર્ગદર્શન આપો છો- તેવું હું સમજું છું. માત્ર એકવાર તમારો હાથ પકડવા માટે હું બધું જ છોડી દેવા તૈયાર છું. હવે મને સમજાય છે કે તમે જે કંઈપણ કહ્યું હતું તે બધું જ સાચું છે. કાશ પપ્પા હું એકવાર તમને જાેરથી ભેટી શકું. જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી હાલ સીરિયલ અનુપમામાં લીડ રોલ કરી રહી છે.
આ સીરિયલ દ્વારા રૂપાલીએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પોતાની બીજી ઈનિંગ્સ શરૂ કરી છે. ‘અનુપમા’ દ્વારા રૂપાલીએ દર્શકોના દિલ જીત્યા છે અને આ શો ટીઆરપીમાં પણ ટોચ પર રહે છે. આ શોમાં રૂપાલી એવી મહિલાના રોલમાં છે જે પરિવારને સંપૂર્ણપણે સમર્પિત હોય છે. જાેકે, લગ્નના ૨૫ વર્ષ બાદ પતિના અફેર વિશે જાણ થતાં તેના પર આભ તૂટી પડે છે.
જાેકે, તે હિંમતથી ઉઠે છે અને પોતાના આત્મસન્માન તેમજ ઓળખ માટે લડે છે. દર્શકોને સીરિયલની વાર્તા પસંદ આવી રહી છે. છેલ્લા બે મહિનાથી આ શોનું શૂટિંગ સેલવાસમાં ચાલી રહ્યું હતું. જાેકે, હવે મહારાષ્ટ્રમાં પ્રતિબંધો હળવા થતાં શોનું શૂટિંગ ફરી મુંબઈમાં શરૂ કરાયું છે. ત્યારે બે મહિના પરિવારથી દૂર રહ્યા બાદ મુંબઈ પરત જઈને રૂપાલી ખૂબ ખુશ છે. તેણે પતિ અને દીકરા સાથે તસવીર શેર કરીને ખુશી પણ વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું, “જ્યાં દિલ હોય ત્યાં ઘર છે. મારા બોય્ઝ પાસે ઘરે પાછી ફરી છું.