Western Times News

Gujarati News

અનુપમ ખેરે અલ્લુ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈ, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝે અનેક દર્શકોને પોતાના દિવાના બનાવ્યા છે. આ ફિલ્મને જે એક્ટર જુએ છે, એ પણ તેના કાયલ થઈ જાય છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ અનુપમ ખેરનું જાેડાયું છે. ખેર, મોડા જ સહી પણ અનુપમ ખેરે આ ફિલ્મ જાેઈ લીધી છે.

તેઓએ આ ફિલ્મના ભારોભાર વખાણ કર્યા હતા. એટલું જ નહીં હવે તેઓ અલ્લુ અર્જુન સાથે ફિલ્મમાં કામ પણ કરવા માગે છે. અનુપમ ખેરે ટિ્‌વટ કરીને ફિલ્મ પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. એના બદલામાં અલ્લુ અર્જુને જે કહ્યું એ વાત તમારા દિલને ગમી જશે. અનુપમ ખેર બોલીવુડના શાનદાર એક્ટર્સની લિસ્ટમાં સામેલ છે. પોતાની જબરદસ્ત એક્ટિંગથી ભલ ભલાના મનને મોહી લેતા અનુપમ ખેર આ વખતે અલ્લુ અર્જુનના ફેન થઈ ગયા છે.

અનુપમ ખેરે અલ્લુ અર્જુન અને ફિલ્મ પુષ્પાની પ્રશંસા કરતા લખ્યું કે, પુષ્પા જાેઈ, ખરેખરમાં એક બ્લોકબસ્ટર મૂવી છે. પૈસા વસૂલ ફિલ્મ છે. વ્હાલા, અર્જુન અર્જુન તમે ખરેખરમાં એક રોકસ્ટાર છો. તમારી દરેક વાતો અને એટિટ્યૂડ પ્રશંસનીય છે. આશા રાખુ છું કે, જલ્દી તમારી સાથે કામ કરવાની તક મળે. ટીમને ખૂબ જ શુભેચ્છાઓ. જય હો. હવે અનુપમ ખેરના આ ટિ્‌વટ પર અલ્લુ અર્જુને પોતાનો મજાનો જવાબ લખ્યો છે.

અલ્લુ અર્જુને અનુપમ ખેરના ટિ્‌વટનો રિપ્લાય કરતા લખ્યું કે, અનુપમજી, તમે જે ભારોભાર પ્રશંસા કરી એ ખૂબ જ સારી છે. તમે જે અનુભવ્યુ એ જાણીને ખૂબ જ આનંદ થયો. હું પણ તમારી સાથે કામ કરવાની આશા રાખુ છું.

આટલા બધા પ્રેમ તમારો ખૂબ જ આભાર. મહત્વનું છે કે, ફિલ્મ પુષ્પા રિલીઝ થઈ છે, ત્યારથી ફિલ્મ સહિત તેના ગીતો પણ દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. લોકો ઈન્સ્ટાગ્રામ પર તેની રીલ બનાવી શેર કરી રહ્યા છે. એક્ટર હોય કે ક્રિકેટર હોય લોકો પુષ્પાના દિવાના બન્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.