Western Times News

Gujarati News

અનુપમ ખેરે દત્તક લીધો છે એક કાશ્મીરી પંડિતનો પરિવાર

મુંબઇ, બોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરને કોઈ પરિચય આપવાની જરુર નથી. બે વાર નેશનલ એવોર્ડ અને ૮ ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકેલા અનુપમ ખેર માત્ર બોલીવુડ જ નહીં હોલીવુડમાં પણ ખૂબ પ્રશંસા મેળવી ચૂક્યાં છે. આ સમયે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં પુષ્કર નાથનો રોલ ભજવ્યા બાદ અનુપમ ખેરની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

આ ફિલ્મ ૧૯૦માં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને તેમના પલાયન પર આધારિત છે. અનુપમ ખેર ખુદ પણ એક કાશ્મીરી પંડિત છે અને આ મુદ્દે હંમેશા તેઓ અવાજ ઉઠાવતા રહ્યાં છે. જાે કે, અનુપમ ખેર ક્યારેય કાશ્મીરમાં રહ્યાં નથી અને તેમનો જન્મ શિમલામાં થયો હતો.

તેમ છતાં અનુપમ ખેર હંમેશા કાશ્મીરી પંડિતો પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યાં છે કે જેઓને કાશ્મીરમાંથી પોતાનું ઘર છોડવા માટે મજબૂર થયું પડ્યું. અનુપમ ખેર કાશ્મીરી પંડિતો માટે માત્ર સહાનુભૂતિ જ વ્યક્ત નથી કરતાં, પરંતુ તેમની ભલાઈ માટે પણ કામ કરે છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે અનુપમ ખેરે એક કાશ્મીરી પંડિતોના પરિવારને દત્તક લઈ રાખ્યું છે. અમારા સહયોગી મુંબઈ મિરરના એક રિપોર્ટના એક રિપોર્ટ મુજબ, અનુપમ ખેરે એક ખૂહ જ ગરીબ કાશ્મીરી પંડિતના પરિવારને દત્તક લઈને તેમનો જીવ બચાવ્યો છે.

આ પરિવારમાં અશોક કુમાર રૈના, તેની પત્ની અને અને ત્રણ દીકરીઓ સામેલ છે. આ પરિવાર દક્ષિણ કાશ્મીરના પુલવામાના જાદરુ ગામાં રહેતો હતો.

ઘાટીમાં ૧૯૯૦માં આતંકવાદ વધતા તેઓને પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવુ પડ્યું હતું. અશોકે જણાવ્યું કે, તેનો પરિવાર તેમના સગા સંબંધીઓ પર ર્નિભર હતું, કારણ કે તેઓ પાસે કોઈ રોજગાર નહોતો. એ પછી અનુપમ ખેરે તેમના પરિવારને દત્તક લીધો હતો અને અશોકની મોટી દીકરીના લગ્નનો ખર્ચ પણ તેઓએ જ ઉઠાવ્યો હતો. અનુપમ ખેરે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે આ પરિવાર હાથમાં કટોરો લઈને ભીખ માંગે.

તેઓને ખુશ રાખવા માટે હું મારા પૂરતા પ્રયાસ કરીશ. હું નથી ઈચ્છતો કે તેઓ કોઈની સામે ભીખનો કટોરો લઈને આવે. આ પહેલાં અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પિતા પુષ્કર નાથની તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. તેઓએ આ તસવીર શેર કર્યા બાદ જણાવ્યું હતું કે, તેમના પિતા કાશ્મીરમાં પોતાના ઘરે જવા માંગતા હતા, પરંતુ ક્યારેય જઈ શક્યા નહીં.

તસવીર શેર કરતા અનુપમ ખેરે લખ્યું કે, મારા પિતા પુષ્કર નાથજી સાથે આ મારી છેલ્લી તસવીર છે. આ તસવીર લીધાના ૧૧ દિવસ પછી તેઓનું નિધન થયુ હતુ. તેઓ આ ધરતી પરના સૌથી સિમ્પલ વ્યક્તિ હતા. તેઓએ ક્યારેય કોઈનું દિલ દુભાવ્યું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.