અનુપમ રસાયણે બહુરાષ્ટ્રીય પાક સંરક્ષણ કંપની સાથે 700 કરોડના હસ્તાક્ષર કર્યા
સુરત, ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઓ પૈકીની એક અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ નવા લાઇફ સાયન્સ સાથે સંબંધિત એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટનો પુરવઠો પૂરો પાડવા માટે ટોચની 10 બહુરાષ્ટ્રીય પાક સંરક્ષણ કંપની
પૈકીની એક સાથે 95 મિલિયન ડોલર (હાલના વિનિમય દર મુજબ રૂ. 700 કરોડ)ના ઇરાદાપત્ર (એલઓઆઇ) પર હસ્તાક્ષર કર્યા છે. કંપની આગામી પાંચ વર્ષ માટે આ લાઇફ સાયન્સ સાથે સંબંધિત સ્પેશિયાલિટી કેમિકલ પ્રોડક્ટનો પુરવઠો પૂરો પાડવા લાંબા ગાળાના કરાર કરશે. આ નવા મોલીક્યુલ આ ગ્રાહક સાથે હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધારો છે.
આ એલઓઆઇ પર અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈએ કહ્યું હતું કે, “અમને એ જાહેર કરવાની બહુ ખુશી છે કે, આ એલઓઆઇ મધ્યમથી મોટા વોલ્યુમ માટે ઊંચું-મૂલ્ય ધરાવતા ઉત્પાદનો બનાવવા અમારી મૂલ્ય રિ-એન્જિનીયરિંગની વ્યૂહરચના સાથે સુસંગત છે તતા આગામી પાંચ વર્ષ માટે પુરવઠાનો કરાર ગ્રાહકોનો અનુપમ રસાયણની વિવિધ ક્ષમતાઓમાં વિશ્વાસનો પુરાવો છે.
આ એલઓઆઇ મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે અમારા ઊંચું-મૂલ્ય ધરાવતા પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધારશે. ચાલુ નાણાકીય વર્ષમાં અમે અત્યાર સુધી રૂ. 1800 કરોડના એલઓઆઇ અને રૂ. 820 કરોડના કોન્ટ્રાક્ટ કર્યા છે, જેમાં આ એક વધુ સફળતા છે, જેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં થયેલા કુલ કોન્ટ્રાક્ટ/એલઓઆઇનું મૂલ્ય રૂ. 2,620 કરોડ થયું છે. આ ઓર્ડર્સ નવા મોલીક્યુલ્સના વાણિજ્યિકરણ મારફતે આગામી વર્ષોમાં વૃદ્ધિ માટે આવકની સતત વૃદ્ધિ દર્શાવે છે.”
સ્પેશિયાલિટી કેમિકલ્સમાં અગ્રણી એઆરઆઈએલ 66થી વધારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે ઉત્પાદનો બનાવે છે, જેમાં 23 બહુરાષ્ટ્રીય કંપનીઓ સામેલ છે. કંપની ગ્રાહકોને જાળવવાનો ઊંચો રેકોર્ડ ધરાવે છે અને દાયકાથી વધારે સમયથી પસંદગીના ગ્રાહકો માટે ઉત્પાદનો બનાવે છે. કંપની ભારતીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરે છે.